Not Set/ કપિલ દેવે ક્રિકેટ સલાહકાર સમિતિનાં પદથી આપ્યુ રાજીનામું

ભારતનાં મહાન ઓલરાઉન્ડર રહી ચુકેલા કપિલ દેવે પણ ક્રિકેટ સલાહકાર સમિતિના પદથી રાજીનામું આપી દીધું છે. અગાઉ સમિતિનાં સભ્ય ભારતીય મહિલા ટીમનાં પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપ્યું હતું. જો કે કપિલ દેવનાં પદ પરથી રાજીનામું આપવાના કારણો જાહેર થયા નથી. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનાં કેપ્ટન કપિલ દેવે ઇમેઇલ દ્વારા રાજીનામું સુપરત કર્યું […]

Uncategorized
kapil dev cac 759 કપિલ દેવે ક્રિકેટ સલાહકાર સમિતિનાં પદથી આપ્યુ રાજીનામું

ભારતનાં મહાન ઓલરાઉન્ડર રહી ચુકેલા કપિલ દેવે પણ ક્રિકેટ સલાહકાર સમિતિના પદથી રાજીનામું આપી દીધું છે. અગાઉ સમિતિનાં સભ્ય ભારતીય મહિલા ટીમનાં પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપ્યું હતું.

જો કે કપિલ દેવનાં પદ પરથી રાજીનામું આપવાના કારણો જાહેર થયા નથી. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનાં કેપ્ટન કપિલ દેવે ઇમેઇલ દ્વારા રાજીનામું સુપરત કર્યું છે. ભારતનાં ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલનાં એથિક્સ ઓફિસર ન્યાયાધીશ ડી કે જૈને 28 સપ્ટેમ્બરનાં રોજ હિતોનાં તકરારનાં કેસમાં સીએસીને નોટીસ મોકલી હતી.

કપિલ અને શાંતા રંગાસ્વામીનાં રાજીનામાથી વર્તમાન ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીને ઝાટકો લાગી શકે છે. જો ભારતીય ક્રિકેટ ટીમનાં હાલનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સીએસી હિતોનાં તકરાર મામલામાં દોષી સાબિત થાય તો ફરી એકવાર શાસ્ત્રીને નિમણૂક પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે.

તાજેતરમાં સંજીવ ગુપ્તાએ રાહુલ દ્રવિડની વિરુદ્ધનાં હિતોનાં તકરારનાં મામલામાં ફરિયાદ નોંધાવી હતી. બીસીસીઆઈનાં એથિક્સ ઓફિસર ડી કે જૈને દ્રવિડને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગુપ્તાએ કહ્યું હતું કે દ્રવિડએ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં વડા હોવાને કારણે હિતોનો તકરાર કર્યો છે. આ ઉપરાંત, તે ઈન્ડિયા સિમેન્ટ્સનાં વાઇસ પ્રેસિડેન્ટ છે, જે ચેન્નઈ સુપરકિંગ્સનાં માલિક છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.