Not Set/ બીજા સંતાનના પ્લાનિંગ વિશે કરીના કપૂરે આપ્યો કઈક આવો જવાબ

મુંબઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂત હાલમાં તેમના બીજા સંતાનના જન્મને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. મીરાએ 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં હિંદુજા હોસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો છે. આ દીકરાનું નામ ઝૈન રાખવામાં આવ્યું છે. બીજી રાત્ફ વાત કરીએ કરીના કપૂરની તો તૈમુરની ચર્ચા પર મીડિયામાં ઘણીબધી વખત થતી રહે છે. શાહિદ અને મીરાં […]

Uncategorized
taimur kareena બીજા સંતાનના પ્લાનિંગ વિશે કરીના કપૂરે આપ્યો કઈક આવો જવાબ

મુંબઈ

શાહિદ કપૂર અને મીરા રાજપૂત હાલમાં તેમના બીજા સંતાનના જન્મને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. મીરાએ 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં હિંદુજા હોસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો છે.

Image result for mira rajput give birth to baby baiy on

આ દીકરાનું નામ ઝૈન રાખવામાં આવ્યું છે. બીજી રાત્ફ વાત કરીએ કરીના કપૂરની તો તૈમુરની ચર્ચા પર મીડિયામાં ઘણીબધી વખત થતી રહે છે. શાહિદ અને મીરાં બાદ કરીના અને સૈફ પણ ક્યારે તેમના બીજા સંતાનને જન્મ આપવાના છે તે પ્રશ્ન કરીનાને કરવામાં આવ્યા હતા.

કરીના કપૂર તેની  પ્રેગનેન્સીમાં મીડિયામાં ઘણી ચર્ચામાં રહી હતી. મોટાભાગે બોલીવુડની હિરોઈન પ્રેગનન્સીનો ઉલ્લેખ જાહેરમાં નથી કરતા. તમને જણાવી દઈએ કે કરીનાએ પ્રેગ્નેન્સીમાં એક પ્રખ્યાત બ્રાંડ માટે કેટ વોક પણ કર્યું હતું. ૨૦ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ તૈમુરનો જન્મ થયો હતો તે દિવસથી લઈને આજ સુધી તૈમુરના ફોટા ઈન્ટરનેટમાં ઘણા વાયરલ થતા રહે છે. હાલમાં જ કરીના કપૂર તેની મિત્ર અમૃતા અરોરા સાથે એક ચેટ પ્રોગ્રામમાં ગઈ હતી ત્યારે કરીનાએ પોતે બીજી વખત ક્યારે મા બનશે તે વાતનો ખુલાસો કર્યો હતો.

કરીનાને જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે હજુ ૨ વર્ષ પછી. ત્યારબાદ અમૃતા અરોરાએ મજાકમાં કહ્યું કે મેં કરીનાને કહી  દીધું છે જો તે જયારે તે બીજી વખત પ્રેગ્નનેન્ટ બને તે પહેલા મને કહી દે કારણ કે હું ભારત છોડીને જવાની છું. બીજો પ્રશ્ન કરીનાને પૂછવામાં આવ્યો કે સૈફ તૈમુરનું ધ્યાન કેવી રીતે રાખે છે ત્યારે કરીનાએ કીધું હતું કે  સૈફને તૈમુર સાથે રમવું ગમે છે.

Related image

Related image

Image result for kareena kapur with taimur

તમને જણાવી દઈએ કે તૈમુર હાલબધાને  સૌથી વધારે ગમતો સ્ટારકીડ છે.

કરીનાની છેલ્લી મુવી વીરે દી વેડિંગ બોક્સ ઓફીસ સુપરહીટ ગઈ છે. હાલ તે કરણ જોહરની ફિલ્મ ‘ તખ્ત ‘  સાઈન કરી છે. આ ફિલ્મનું શુટિંગ ટૂંક સમયમાં જ શરુ થઇ જશે. આ ઉપરાંત કરીના કપૂર અક્ષય કુમારની સાથે ‘ ગુડ ન્યુઝ’ માં પણ દેખાશે.