Bollywood/ કરિનાએ પિતા રણધીર અને માતા બબીતાનાં અલગ રહેવાનું ખોલ્યું રહસ્ય

અભિનેતા રણધીર કપૂર અને બબીતાએ વર્ષ 1971 માં લગ્ન કર્યાં, પરંતુ લગ્નના 17 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા. તાજેતરમાં, કરીના કપૂર ખાને તેના માતાપિતાના અલગ થવા વિશે ખુલીને વાત કરી હતી….

Entertainment

અભિનેતા રણધીર કપૂર અને બબીતાએ વર્ષ 1971 માં લગ્ન કર્યાં હતા, પરંતુ લગ્નનાં 17 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા છે. તાજેતરમાં, કરીના કપૂર ખાને તેના માતા-પિતાનાં અલગ થવા વિશે ખુલીને વાત કરી હતી. તે બંનેને બે પુત્રી કરીના અને કરિશ્મા છે. એક ઇન્ટરવ્યૂં દરમિયાન કરીના કપૂર ખાને કહ્યું હતું કે, તહેવાર હોય કે કોઈપણ ઉજવણી હજી પણ અમે બધા સાથે મળીને ઉજવણી કરીએ છીએ.

કરીના કહે છે, “મારા માતાપિતા પ્રેમભર્યા સંબંધમાં હોય છે, કેટલીકવાર લોકોને લાગે છે કે તેમનું જીવન તેઓની યોજના મુજબ ચાલતું નથી. તે સારું છે કે તે બંને સાથે રહેતા નથી, પરંતુ હા, તેઓ નિશ્ચિતપણે મિત્રો બની શકે છે. બાળકો માટે નિર્ણયો પણ સાથે લઈ શકે છે. તે જરૂરી નથી કે બંનેએ 24 કલાક અને સાત દિવસ સાથે રહેવું જોઈએ. મને લાગે છે કે કરિશ્મા અને હું ટૂંક સમયમાં નાની ઉંમરે માતાપિતા વિશે સમજી ગયા હતા. લગ્ન પછી અલગ રહેવું અને પછી દોસ્તી કરવી એ પણ એક સંબંધ બની શકે છે. “

કરીના વધુમાં કહે છે કે મારા માતા-પિતા સાથે આ છેલ્લા 35 વર્ષથી ચાલી રહ્યુ છે. જ્યારે તેઓને સાથે રહેવાની જરૂર હોય અને જ્યારે ઉજવણીની વાત આવે ત્યારે તેઓ એક સાથે હોય છે. બસ બન્નેની રોજિંદી જીંદગી અલગ છે. હંમેશાં અમારી સાથે હોય છે, ભલે તેઓ કઈ કહે નઈ પણ સાથ બધી વાતોમાં આપે છે કરીના કહે છે કે મારી માતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું પપ્પાને ખૂબ માન આપું છું અને તેઓ મારી પ્રેરણા છે. પાપા.

Bollywood / સોનાક્ષી સિન્હાએ શરૂ કર્યું વેબ સિરીઝ ‘ફોલેન’ નુ…

Photos / એકતા કપૂરના ઘરે કરવામાં આવ્યું અનિતા હસનંદનીના બેબી શાવરનું …

Debate / દિલજીતે કરી કંગનાની મીમીક્રી અને કરી આવી ટિપ્પણી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો