Not Set/ #કર્ણાટક: ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું, હવે વિશ્વાસનો મત કાલે

ભારે રાજકીય ડ્રામા વચ્ચે કર્ણાટકનાં સ્પીકર દ્રારા કર્ણાટક વિધાનસભાને એક દિવસ સ્થગિત કરી દાવાનું ફરમાન કરવામા આવતા, આજે ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું હતું. આ મામલે ગીનાયેલા કર્ણાટક ભાજપનાં સર્વેસર્વા યદિયુરપ્પાએ તો હદ કરી નાખી અને સ્પીકરને જણાવ્યુ કે ગમે ત્યારે અને ગમે તે સમયે પરંતુ આજનાં દિવસમાં વિશ્વાની દરખાસ્ત પરની કાર્યવાહી પુરી કરવામા આવે. […]

Top Stories India Politics
ક.PNG2 1 #કર્ણાટક: ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું, હવે વિશ્વાસનો મત કાલે

ભારે રાજકીય ડ્રામા વચ્ચે કર્ણાટકનાં સ્પીકર દ્રારા કર્ણાટક વિધાનસભાને એક દિવસ સ્થગિત કરી દાવાનું ફરમાન કરવામા આવતા, આજે ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું હતું. આ મામલે ગીનાયેલા કર્ણાટક ભાજપનાં સર્વેસર્વા યદિયુરપ્પાએ તો હદ કરી નાખી અને સ્પીકરને જણાવ્યુ કે ગમે ત્યારે અને ગમે તે સમયે પરંતુ આજનાં દિવસમાં વિશ્વાની દરખાસ્ત પરની કાર્યવાહી પુરી કરવામા આવે.

સાથે સાથે કર્ણાટક રાજ્યપાલ દ્વારા પણ સ્પીકરને વિશ્વાસ પ્રસ્તાવ પર આજના દિવસમાં ફેસલો લઇ લેવાની સલાહ આપવામા આવી હતી. પરંતુ સ્પીકર દ્વારા તમામ ગતિવિધી બાદમાં કર્ણાટક વિધાનસભાને એક દિવસ માટે સ્થગિત કરી દેવામા આવી હતી. આ મામલે ભાજપ દ્વારા એવી પ્રતિક્રીયા આપવામાં આવી હતી કે અમારા તમામ ધારાસભ્યો આજે સદનમાં જ ઉંધી જશે.
View image on Twitter
આપને જણાવી દઇએ કે કર્ણાટક સરકારના અનેક ઘારસભ્યો અને મંત્રીઓ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા બાદ પણ કર્ણાટકનાં CM કુમાર સ્વામી દ્વારા વિધાનસભામાં બહુમતી સીધ્ધ કરવા માટે સમય માંગવામા આવ્યો હતો. તો સ્પીકર દ્વારા તેમને બહુમત સિધ્ધ કરવા માટે ગુરૂવારનો સમય આપવામાં આવ્યો હતો.
pjimage 7 #કર્ણાટક: ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું, હવે વિશ્વાસનો મત કાલે
કર્ણાટકમાં આજે સવારેે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પોતાના ઘારાસભ્યો ગુમ થયા હોવાનાં પોલીસ રિપોર્ટ પણ કરવામા આવ્યો હતા. તો પુરો દિવસ લાંબા લાંબા ભાષણ અને ચર્ચામાં પસાર કરવામા આવતા અને પોતાના ધારસભ્ય સ્ટચરમાં સુતેલા હોવાનાં ફોટોગ્રાફ્સ પણ સદનમાં ફેરવવામાંં આવ્યા હતા. પરંતુ અંતે વિશ્વાસ મત પર નિર્ણય લેવાનું એક દિવસ માટે મુલતવી રાખવામા આવ્યું છે.
karanataka assembly sandesh #કર્ણાટક: ભાજપનું ઓરતું અધુરૂ રહી ગયું, હવે વિશ્વાસનો મત કાલે
આપને જણાવી દઇએ કે કર્ણાટકની વર્તમાન સરકાર હાલ લધુમતીમાં જણાઇ રહી છે. CM કુમાર સ્વામી પાસે હાલ કોંગ્રેસ અને જેડીએસનાં કુલ મેળવીને 98 ધારાસભ્યો હોવાનું રાજકીય પંડીતો દ્વારા જણાવવામા આવી રહ્યું છે. જ્યારે ભાજપ પાસે હલની પરિસ્થિતિ અને બહુમતનો આંકડો જોતા, સ્પષ્ટ પણે બહુમત હોવાની ચર્ચા છે. ત્યારે જો સદનમાં આજે વિશ્વાસ મત લેવામાં આવ્યો હતો, તો કુમાર સ્વામી સરકાર જરૂરથી વિશ્વાતનો મત ગુમાવી દેત અને ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી ગઇ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.