Not Set/ દેવાળીયા પાકિસ્તાનને પડ્યા પર પાટુ, ICSIDએ ફટકાર્યો 6 અબજ ડોલરનો દંડ

“એક તો ભીખી-ભીખીને ભેગું કરે અને તે પણ જમાદાર લઇ જાય” બિલકુલ આવુ જ બન્યું છે દેવાળીયા પાકિસ્તાન સાથે. જી હા એક તરફ IMF પાસેથી હાલમાં જ આકરી શરતો સાથે છ અબજ ડોલરનાં બેલઆઉટ પેકેજને પાકિસ્તાને નાંછુટકે સ્વીકાર્યું પડ્યુ અને બીજી તરફ ICSID દ્વારા પાકિસ્તાન પર આજે આશરે 6 અબજ ડોલરનો દંડ ફટકારવામા આવ્યો છે. […]

Top Stories World
pak icsid દેવાળીયા પાકિસ્તાનને પડ્યા પર પાટુ, ICSIDએ ફટકાર્યો 6 અબજ ડોલરનો દંડ

“એક તો ભીખી-ભીખીને ભેગું કરે અને તે પણ જમાદાર લઇ જાય” બિલકુલ આવુ જ બન્યું છે દેવાળીયા પાકિસ્તાન સાથે. જી હા એક તરફ IMF પાસેથી હાલમાં જ આકરી શરતો સાથે છ અબજ ડોલરનાં બેલઆઉટ પેકેજને પાકિસ્તાને નાંછુટકે સ્વીકાર્યું પડ્યુ અને બીજી તરફ ICSID દ્વારા પાકિસ્તાન પર આજે આશરે 6 અબજ ડોલરનો દંડ ફટકારવામા આવ્યો છે.

icsid દેવાળીયા પાકિસ્તાનને પડ્યા પર પાટુ, ICSIDએ ફટકાર્યો 6 અબજ ડોલરનો દંડ

વાત જાણે એમ છે કે પાકિસ્તાન દ્વારા હાલમાં જ ટેથયાન કોપર કંપની સાથેનાં ખાણ ખનનનાં સોદાને રદ કર્યો હતો. આ મામલે  ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સે (ICSID) બલૂચિસ્તાનમાં રેકો ડિક ખાણ સોદાને રદ કરવા પર પાકિસ્તાન પર 5 અબજ 97 કરોડ ડોલર  એટલે કે 40 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાકિસ્તાન આ વળતર ટેથયાન કોપર કંપનીને ચુકવવું પડશે.

tethyan copper દેવાળીયા પાકિસ્તાનને પડ્યા પર પાટુ, ICSIDએ ફટકાર્યો 6 અબજ ડોલરનો દંડ

દુનિયાભરના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, પાકિસ્તાન જો કોઈ નક્કર પગલાં નહી ભરે તો તેને બરબાદ થતાં કોઈ રોકી શકશે નહીં. દેવાળિયું ફૂંકેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાનની તિજોરી હવે ખાલી થઈ શકે છે. તો ફરી પાકિસ્તાન માટે નવા આર્થિક સંકટો જનમ લેશે તેવુ વૈશ્વિક બજારોનું સ્પષ્ટ પણે માનવું છે.

world bank દેવાળીયા પાકિસ્તાનને પડ્યા પર પાટુ, ICSIDએ ફટકાર્યો 6 અબજ ડોલરનો દંડ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.