Not Set/ જાણો કેમ કોંગ્રેસ નેતા શોટગન(શત્રુઘ્ન સિંહા) આફરીન થઇ ગયા PM મોદી પર…

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટર પર PM મોદી, HM શાહ અને PMO પર આફરીન થઇ ગયેલા જોવા મળી રહ્યા છે. શોટગન તરીખે જાણીતા અને બેબાક રીતે બોલવા માટે કંપાયેલા કોંગ્રેસનાં નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી PM, HM, AIR India અને PMOને અભિનંદન પાઠવ્યા. શત્રુઘ્ન સિંહાએ ટ્વીટર પર લખ્યું છે કે,  ચાઇનામાં કોરોના વાયરસના કારણે  વુહાન […]

Top Stories India
ss જાણો કેમ કોંગ્રેસ નેતા શોટગન(શત્રુઘ્ન સિંહા) આફરીન થઇ ગયા PM મોદી પર...

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટર પર PM મોદી, HM શાહ અને PMO પર આફરીન થઇ ગયેલા જોવા મળી રહ્યા છે. શોટગન તરીખે જાણીતા અને બેબાક રીતે બોલવા માટે કંપાયેલા કોંગ્રેસનાં નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી PM, HM, AIR India અને PMOને અભિનંદન પાઠવ્યા. શત્રુઘ્ન સિંહાએ ટ્વીટર પર લખ્યું છે કે,  ચાઇનામાં કોરોના વાયરસના કારણે  વુહાન શહેરમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારાજે કરવામાં આવ્યું તેની પ્રશાંસા કરુ છું. આપને જણાવી દઇએ કે, અવગણના થઇ રહી હોવાનું લાગતા શત્રુઘ્ન સિંહા ભાજપ છોડીને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે,  તેમણે ભાજપમાં હોવા છતાં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ સતત નિવેદનો આપ્યા હતા.

પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેનારા શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને બધાને ચોંકાવી દીધા છે. પોતાના ટ્વિટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને એર ઈન્ડિયાની પ્રશંસા કરી છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘આદરણીય વડા પ્રધાન, હું ચીનથી ભારતીય વિદ્યાર્થીઓને દેશ પરત લાવવા બદલ પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહ પ્રધાન અમિત શાહ, એર ઇન્ડિયા અને તેના ક્રૂ સભ્યોની પ્રશંસા કરું છું. રાજકારણ અને ચૂંટણીઓથી દૂર રાષ્ટ્રીય હિતમાં આ માનવતાવાદી પગલું લેવામાં આવ્યું છે. આ માટે હું તમને અને તમારી સરકારને સલામ કરું છું. તમે મુશ્કેલ સમયમાં ચીનમાં રહેતા વિદ્યાર્થીઓને મદદ કરી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ‘હું ટૂંક સમયમાં કોરોના વાયરસથી છૂટકારો મેળવવાની આશા રાખું છું. ચીનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની તંદુરસ્તીની શુભેચ્છા પણ પાઠવીએ છીએ. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન