pankaj udhas/ ‘ચિઠ્ઠી આઈ હૈ, આઈ હૈ, ચિઠ્ઠી આઈ હૈ’ ફેમ લોકપ્રિય ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું થયું નિધન, સંગીત જગતમાં શોકનો માહોલ

બોલીવુડના ગાયક અને લોકપ્રિય ગઝલસમ્રાટ પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નયાબ ઉધાસે ગાયકનાPa મૃત્યુના સમાચારની માહિતી આપી.

Top Stories Breaking News Entertainment
YouTube Thumbnail 2024 02 26T162606.098 'ચિઠ્ઠી આઈ હૈ, આઈ હૈ, ચિઠ્ઠી આઈ હૈ' ફેમ લોકપ્રિય ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું થયું નિધન, સંગીત જગતમાં શોકનો માહોલ

બોલીવુડના ગાયક અને લોકપ્રિય ગઝલસમ્રાટ પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નયાબ ઉધાસે ગાયકનાPa મૃત્યુના સમાચારની માહિતી આપી. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગઝલ સમ્રાટના નિધનના સમાચાર સામે આવતા ફિલમ અને સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસ ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર છે. તેઓ પ્લેબેક ગાયક કરતાં વધુ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી હતી.

ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં પંકજ ઉધાસનો જન્મ એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો: