અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ સત્યપ્રેમ કી કથા, તાજેતરમાં પસૂરી ગીતના રિમિક્સને લઈને વિવાદોમાં ફસાયેલી જણાય છે. જ્યારથી પસૂરી ગીતના રિમિક્સનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે અને સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાની ગીતનું રિમિક્સ સત્યપ્રેમ કી કથામાં સામેલ થવા જઈ રહ્યું છે, ત્યારથી ભારે વિરોધ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કે લોકો શા માટે પસૂરી રિમિક્સ વિશે વાત કરવા લાગ્યા છે.
કાર્તિક-કિયારાની ફિલ્મ પર લટકતી વિવાદની તલવાર!
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સત્યપ્રેમ કી કથા પસૂરી ગીતને લઈને વિવાદોનો એક ભાગ બની ગઈ છે. જ્યારથી પસૂરી ગીતના રિમિક્સનું ટીઝર બહાર આવ્યું છે, ત્યારથી નેટીઝન્સ ઇન્ટરનેટ પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. લોકો કહે છે કે પાકિસ્તાની હિટ ગીતોનું રિમિક્સ બનાવવાની શું જરૂર હતી. તો પસૂરીના ચાહકોનું કહેવું છે કે રિમિક્સ એટલું નકામું છે, તેને બનાવનારાઓને સજા થવી જોઈએ. પસુરીનું રિમિક્સ વર્ઝન જોઈને લોકોએ કાર્તિક-કિયારાની ફિલ્મને વિવાદમાં ખેચી છે.
Relive the global hit! Your favourite track coming soon 🤍✨#PasooriNu Song Out Tomorrow https://t.co/SXqDwfwJZb#SajidNadiadwala #SatyaPremKiKatha #29thJune @TheAaryanKartik @advani_kiara @sameervidwans @shareenmantri @kishorarora19 @karandontsharma @DoP_Bose @NGEMovies… pic.twitter.com/uVq5Fyh52c
— T-Series (@TSeries) June 25, 2023
વિવાદો વચ્ચે રિલીઝ થશે કાર્તિક-કિયારાની ફિલ્મ!
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા , જે પસૂરી ગીતના રિમિક્સને લઇ વિવાદમાં ફસાયેલી છે, તે 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પસૂરી ગીતના વિવાદને કારણે મેકર્સ પણ નારાજ છે કારણ કે તેની સીધી અસર ફિલ્મની કમાણી પર પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ઓરિજિનલ ગીત પસૂરી પાકિસ્તાની સિંગર અલી સેઠી અને શાયે ગિલ દ્વારા ગાવામાં આવ્યું છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. માત્ર પાકિસ્તાનમાં જ નહીં ભારતમાં પણ આ ગીતની ઘણી ફેન-ફોલોઈંગ છે.
આ પણ વાંચો: IB71 OTT Release/ વિદ્યુત જામવાલની ફિલ્મ આ દિવસે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
આ પણ વાંચો: Video/રિવીલિંગ ડેનિમ ડ્રેસ પહેરવા બદલ શર્મશાર થઇ શ્રેયા સરન, લોકોએ કહ્યું “ઉર્ફી તો બેચારી ફાલતુ મેં બદનામ હૈ.”
આ પણ વાંચો:Munnabhai 3/ આ જ હાલત રહી તો મુન્નાભાઈ 3 નહીં આવે, અરશદ વારસીએ પણ કહ્યું કારણ
આ પણ વાંચો: share an instagram post/સોનમ અને જ્હાનવી લંડનમાં એન્જોય કરતા જોવા મળ્યા, રિયા કપૂરે શેર કર્યા ફોટા
આ પણ વાંચો:MS Dhoni Viral Video/સર્જરી બાદ MS ધોનીનો પહેલો વીડિયો આવ્યો સામે, ફેંસ થઇ જશે ખુશ!