કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ઝડપાયેલા સસ્પેન્ડેડ ડીએસપી દેવેન્દ્રસિંહને 15 દિવસના એનઆઈએ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. દેવેન્દ્રસિંહ ઉપરાંત હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને પણ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ અગાઉ આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સહિત દેવેન્દ્રસિંહને ગુરુવારે જમ્મુની એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
હાંકી કાઢાયેલા ડીએસપી દેવેન્દ્રસિંહને ગુરુવારે કુલગામથી જમ્મુ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એનઆઈએ કોર્ટમાં હાજર થયા હતા. રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ એનઆઈએ દેવેન્દ્રસિંહ અને અન્ય ત્રણ આતંકીઓની પૂછપરછ કરશે. પૂછપરછ બાદ એનઆઈએ દેવેન્દ્રસિંહને દિલ્હી લઇ જશે. અગાઉ દેવેન્દ્રસિંહ સાથે સંકળાયેલા અનેક લક્ષ્યો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.
આપને જણાવી દઈએ કે, દેવેન્દ્રસિંહ સાથે સંબંધિત કેસ સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે, તેથી એનઆઈએએ આ કેસને આવરી લેવા તપાસની જવાબદારી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએ તપાસનો આદેશ આપ્યો છે , ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી છે. દેવેન્દ્રસિંહનો પાકિસ્તાની આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ, એનઆઈએ પણ આ દૃષ્ટિકોણથી તેની તપાસ આગળ ધપાવી રહ્યું છે.
એનઆઇએ અધિકારીઓની એક ટીમ દેવેન્દ્રસિંહની પૂછપરછ કરવા શ્રીનગર ગઈ છે. આ ટીમમાં ઇન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ હોય છે. આ ટીમે જમ્મુ અને શ્રીનગરની મુલાકાત લઈને ઘણી માહિતી એકઠી કરી છે. 11 જાન્યુઆરીના રોજ કુલગામ નજીક હાઇવે પરની એક કારમાં દેવેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી, સાથે હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર નવીદ બાબુ, તેના સાથીઓ રફી અને ઇરફાન નામના વકીલ પણ હતા. દેવેન્દ્ર સિંહ કથિત રીતે બાબુને ઇરફાન સાથે પાકિસ્તાન ભગાડી દેવામાં મદદ કરવા માટે જમ્મુ લઈ જતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
