Wedding/ વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

રાજસ્થાન જતા પહેલા બંનેના કોર્ટ મેરેજ થઈ શકે છે. જો અહેવાલોનું માનીએ તો, કેટ અને વિકી 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા નામના રાજવી મહેલમાં લગ્ન કરશે.

Entertainment
વિકી કૌશલના

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ જ કારણ છે કે બંનેનો પરિવાર તૈયારીઓમાં વ્યસ્ત છે. મુંબઈમાં દરરોજ કોઈને કોઈ જોવા મળે છે. આટલું જ નહીં, વિકી કૌશલ પોતે પણ કેટરિનાના ઘરે જતો જોવા મળ્યો હતો. આ અહેવાલો વચ્ચે શનિવારે રાત્રે કેટરિના કૈફ વિકી કૌશલના ઘરે પહોંચી હતી. અભિનેત્રી સફેદ સાડી અને હળવા મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિનાની સાથે તેની માતા સુઝેન અને પરિવારના અન્ય સભ્યો પણ હતા. અભિનેત્રીની માતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

આ પણ વાંચો :અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર રોકવામાં આવી,દેશ છોડવાની મનાઇ

દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે રાજસ્થાન જતા પહેલા બંનેના કોર્ટ મેરેજ થઈ શકે છે. જો અહેવાલોનું માનીએ તો, કેટ અને વિકી 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા નામના રાજવી મહેલમાં લગ્ન કરશે. આ એક ખાનગી સમારોહ હશે જેમાં માત્ર 190 લોકો જ હાજરી આપશે.

a 37 વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

વિકી કૌશલ અને કેટરિના કૈફના શાહી લગ્નમાં કોણ હાજરી આપશે તે વિશે વધુ માહિતી નથી. પરંતુ બોલિવૂડ લાઈફના એક અહેવાલ મુજબ કેટ-વિકીના લગ્નમાં હાજરી આપવા માટે એક સિક્રેટ કોડ આપવામાં આવશે. આ કોડ ફક્ત તે મહેમાનોને જ જણાવવામાં આવશે જેમની પાસે લગ્નનું આમંત્રણ હશે. આટલું જ નહીં, હોટલના રૂમમાં પણ આ જ કોડ સિસ્ટમ હશે જ્યાં મહેમાન રોકાશે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે, કેટ-વિકીના લગ્નમાં જે મહેમાનો આવશે તેમને તેમના અસલી નામથી નહીં, પરંતુ એક ખાસ કોડ દ્વારા એન્ટ્રી મળશે.

a 38 વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

આ પણ વાંચો :અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

મળતી માહિતી મુજબ, વિકી અને કેટરિના પહેલા 200 મહેમાનોને બોલાવવાના હતા પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને જોતાં તેમા કાપ મૂકી હવે 120 મહેમાનને કંકોત્રી આપી છે. લગ્ન માટે જે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમાં લગ્નમાં હાજર રહેનારા મહેમાનો માટે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. લગ્નમાં આવનારા મહેમાનોએ ત્રણ શરતોનું પાલન કરવું પડશે અને ત્યારે જઈને એન્ટ્રી મળશે.

જે મહેમાન લગ્નમાં પોતાની ગાડી લઈને આવશે તેમણે પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ લગ્ન માટે બનાવેલું ખાસ સ્ટીકર લેવું પડશે. તેને ગાડી પર લગાવવું પડશે. લગ્નસ્થળ પર આ સ્ટીકર જોઈને એન્ટ્રી આપવામાં આવશે. આ સિવાય મહેમાનોએ પોતાની સાથે આરટી-પીસીઆર રિપોર્ટ પણ સાથે લાવવો પડશે. ઓમિક્રોનના જોખમને જોતા ચેતવણીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ સિવાય મહેમાનો પાસે બંને ડોઝ લીધા હોવાનું વેક્સિનેશન સર્ટિફિકેટ હોવાનું પણ જરૂરી છે. વિકી અને કેટરીનાના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત 7 ડિસેમ્બરથી થશે.

a 39 વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

આ પણ વાંચો :દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘તારક મહેતા…’ની સોનુ, ક્રોપ ટોપમાં શેર કર્યો ફોટો

કહેવામાં આવી રહ્યું છે કે, 7 ડિસેમ્બરથી અહીં મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. કેટરિના અને વિકી નથી ઈચ્છતા કે લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે, આ માટે એકથી વધુ વ્યવસ્થા કરવામાં આવી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ છેલ્લે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળી હતી. તેની પાસે પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો છે, જેમાં ‘ટાઈગર 3’ અને અમિતાભ બચ્ચન સાથેની વિજય સેતુપતિની ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિકી કૌશલ પાસે સેમ માનેકશોની બાયોપિક ‘સેમ બહાદુર’, કરણ જોહરની ‘તખ્ત’ અને આદિત્ય ધરની ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’ જેવી ફિલ્મો છે.

આ પણ વાંચો :સારા અલી ખાને રણવીર સિંહ સાથે ‘ચકા ચક’ સોંગ પર કર્યો ડાન્સ, જુઓ ગલી બોયનો ‘નાગિન’ ટ્વિસ્ટ

આ પણ વાંચો : દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ