ધર્મ વિશેષ/ શ્રાદ્ધના દિવસોમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

પિત્રુ પક્ષ દરમિયાન માંસ, માછલી, દારૂનું સેવન ન કરવું જોઈએ. આ દિવસોમાં, માંસાહારી ખોરાકને બદલે, સાત્વિક ખોરાક લેવો જોઈએ અને બને તો લસણ અને

Dharma & Bhakti Navratri 2022
Untitled 75 શ્રાદ્ધના દિવસોમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

હિન્દૂ ધર્મ માં  પિતૃ પક્ષનું એક વિશેષ મહત્વ છે. આ વર્ષે પિતૃ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પિતૃ પક્ષના આ 15 દિવસોમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને પૂર્વજો માટે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં આપણા પૂર્વજો તેમના પરિવારોને મળવા સ્વર્ગથી પૃથ્વી પર આવે છે. તેથી આ ખાસ દિવસોમાં કેટલાક કામ ટાળવા જોઈએ, જેથી પૂર્વજો માટે આદર જળવાઈ રહે.

પિત્રુ પક્ષ દરમિયાન માંસ, માછલી, દારૂનું સેવન ન કરવું જોઈએ. આ દિવસોમાં, માંસાહારી ખોરાકને બદલે, સાત્વિક ખોરાક લેવો જોઈએ અને બને તો લસણ અને ડુંગળીના વપરાશથી પણ દૂર રહેવું જોઈએ. પિત્રુ પક્ષ દરમિયાન પાન અને તમાકુ જેવી વસ્તુઓથી પણ અંતર રાખવું જોઈએ. તેમજ ધૂમ્રપાન અને દારૂ પીવો જોઈએ નહીં. ઘરની જે વ્યક્તિ શ્રાદ્ધ વિધિ કરી રહી છે તેણે પણ બ્રહ્મચર્યનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષના દિવસોમાં દરવાજા પર આવનાર કોઈપણ વ્યક્તિનું અપમાન ન કરવું. આ સાથે પ્રાણી કે પક્ષી કે પછી કોઈ વ્યક્તિ આવ્યું હોય તો તેને ખાલી પેટે પરત ન ફરવા દો. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તમારા પૂર્વજો કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે.  પિતૃ પક્ષના દિવસો દરમિયાન, ઘરના મુખી વ્યક્તિ અથવા ધાર્મિક વિધિ કરનાર વ્યક્તિએ તેના વાળ દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.