કેરળ સરકારના બજેટ પર મહાત્મા ગાંધીની હત્યાનાં કવર પર ફોટો છાપવામાં બાદ આ વિવાદ ફાટી નીકળ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે સરકારના આ પગલાંને ખોટુ ગણાવીને નિશાન સાધ્યું હતું. આ વિવાદ પછી નાણાં પ્રધાન ટી.એમ. થોમસ ઇસાકે કહ્યું કે દેશ બાપુના હત્યારાને ક્યારેય ભૂલશે નહીં. અને બાપુનો હત્યારો યાદ રહે તે માટે આ ફોટો બજેટ કવર તરીકે છાપવામાં આવ્યો છે.
કેરળના નાણાં પ્રધાન થોમસ ઇસાકે કહ્યું, ‘હા, અમને યાદ છે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. કોણે તેની હત્યા કરી તે આપણે ભૂલી નહીં શકીએ. તેમણે કહ્યું કે આ ફોટો બતાવે છે કે રાષ્ટ્રપિતા લોહીના તળાવમાં પડેલા છે અને સમર્થકોએ તેમને ઘેરી લીધા છે. આઇઝેકે કહ્યું કે આ પેઇન્ટિંગ કેરળના જ એક કલાકાર દ્વારા બનાવવામાં આવી છે. તેનું ચિત્રણ અત્યારે વધુ સુસંગત લાગે છે કારણ કે દેશના ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નાણાં પ્રધાને વધુમાં કહ્યું કે, ‘આ મહત્વપૂર્ણ છે કારણ કે ઇતિહાસ ફરીથી લખાઈ રહ્યો છે. લોકપ્રિય યાદોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એનપીઆર દ્વારા દેશને સાંપ્રદાયિક ધોરણે વહેંચવામાં આવી રહ્યો છે. પરંતુ કેરળ એક રહેશે.
કોંગ્રેસ નેતા રમેશે કહ્યું કે બજેટ ભાષણમાં મહાત્મા ગાંધીને ખેંચી લાવવા ખોટું છે. અમે લાંબા સમયથી સાંપ્રદાયિક શક્તિઓ સામે લડી રહ્યા છીએ. મને નથી લાગતું કે આવું કરવું યોગ્ય હતું. કેરળ સરકાર પર નિશાન સાધતા ભાજપના પ્રવક્તા જેઆર પદ્મકુમારે કહ્યું કે તે ડાબેરી મોરચાની સરકારની નાદાનીદર્શાવે છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, દુખની વાત છે કે તેમની પાસે કહેવા કે બતાવવા માટે કંઈ નથી. આ સિવાય મુસ્લિમ લીગના નેતા કેએમ મુનિરે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
