Not Set/ કેરળ, પંજાબ, રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળમાં પણ #CAA વિરુદ્ધ દરખાસ્ત પસાર થઈ

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ની વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં અવારનવાર વિરોધ થઈ રહ્યા છે. આ ઉપરાંત તેની સામે કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પણ સોમવારે તેની સામેે વિરોધ પ્રસ્તાવ પસાર કરી દીધો છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ વિરોધ માત્ર લઘુમતીઓ માટે જ નહીં પણ દરેક માટે […]

Top Stories India
dc Cover s075jiir4g37mj33qlvaboje92 20180726133314.Medi કેરળ, પંજાબ, રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળમાં પણ #CAA વિરુદ્ધ દરખાસ્ત પસાર થઈ

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ની વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં અવારનવાર વિરોધ થઈ રહ્યા છે. આ ઉપરાંત તેની સામે કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પણ સોમવારે તેની સામેે વિરોધ પ્રસ્તાવ પસાર કરી દીધો છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ વિરોધ માત્ર લઘુમતીઓ માટે જ નહીં પણ દરેક માટે છે.

મમતાએ કહ્યું- સીએએ, એનપીઆર અને એનઆરસી લાગુ કરવામાં આવશે નહીં

મમતા બેનર્જીએ કહ્યું કે, હું હિન્દુ ભાઈઓનો આભાર માનું છું કે જેઓ આગળ આવ્યા અને વિરોધનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ બંગાળમાં, તે અને તેની સરકાર સીએએ એનપીઆર અને એનઆરસીને મંજૂરી આપશે નહીં. અમે આ યુદ્ધ શાંતિપૂર્ણ રીતે લડીશું. “

નાગરિકત્વનો કાયદો શું છે

નોંધપાત્ર વાત એ છે કે સંસદના બંને ગૃહોમાં નાગરિકતા સુધારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. તે પછી રાષ્ટ્રપતિએ પણ તેના પર મહોર લગાવાયા છે. ત્યારબાદથી તે સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાગરિકત્વ કાયદામાં પડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં થી રેફ્યુજી તરીકે ભારતમાં આવીને 2004 પહેલા વસેલા ધાર્મિક લધુમતી હિંદુઓ, શીખ, ખ્રિસ્તીઓ અને પારસીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે, જ્યારે મુસ્લિમોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.