Patan News/ સાવરકર મુદ્દે કેરળના શિક્ષકનું સસ્પેન્શન, પાટણમાં શિક્ષકોનો વિરોધ, શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું

કેરળની શાળાના શિક્ષક ગુરુ પ્રસાદને વિનાયક દામોદર સાવરકરના જીવન અને વિચારો અંગે પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ (Kerala Teacher Suspension)કરવાના મામલે પાટણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે

Top Stories Gujarat Others
કેરળની શાળાના શિક્ષક ગુરુ પ્રસાદને વિનાયક દામોદર સાવરકરના જીવન અને વિચારો અંગે પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ (Kerala Teacher Suspension)કરવાના મામલે પાટણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે

Patan News : કેરળની શાળાના શિક્ષક ગુરુ પ્રસાદને વિનાયક દામોદર સાવરકરના જીવન અને વિચારો અંગે પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ (Kerala Teacher Suspension)કરવાના મામલે પાટણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શિક્ષકનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.

સાવરકર પર પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્શનનો વિરોધ

મહાસંઘના જણાવ્યા મુજબ, કેરળની એક શાળામાં યોજાયેલી ક્વિઝ સ્પર્ધા દરમિયાન શિક્ષક ગુરુ પ્રસાદે (Kerala Teacher Gurupasad)વિનાયક દામોદર સાવરકર (Savarkar Controversy)ના જીવન અને વિચારોને લગતો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પાટણમાં વિરોધ (Patan Teacher Protest)વ્યક્ત કર્યો હતો. મહાસંઘના વિવિધ સંવર્ગના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

શૈક્ષણિક સ્વતંત્રતા જાળવવાની માંગ

મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું કે સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલા વિચારક અને ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરના જીવન અને વિચારો અંગે શૈક્ષણિક ચર્ચા કરવી એ શિક્ષણ અને લોકશાહી ચર્ચાનો એક ભાગ છે. ઐતિહાસિક વિષયો અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય નથી, તેવી રજૂઆત કરવામાં આવી હતી.

મહાસંઘે શિક્ષક ગુરુ પ્રસાદનું સસ્પેન્શન રદ કરીને તેમને સન્માનપૂર્વક ફરજ પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

કેરળ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કેરળ સરકાર, રાજ્યપાલ અને શિક્ષણ વિભાગને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. સાથે જ શાળાઓમાં ઐતિહાસિક અને વિચારધારાત્મક વિષયો પર ભયમુક્ત તથા તથ્ય આધારિત ચર્ચા થઈ શકે તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

મહાસંઘે શિક્ષકો વિરુદ્ધ દમનકારી પગલાં લેવાને બદલે સંવાદ અને ચર્ચા દ્વારા આવા પ્રશ્નોનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો : સાવરકર બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ કર્યો દાવો ફરિયાદી નાથુરામ ગોડસેના નજીકના સગા

આ પણ વાંચો : ‘રાષ્ટ્ર તેમની હિંમત અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં’, સાવરકર જયંતિ પર PM મોદીનું ટ્વિટ

આ પણ વાંચો : સાવરકર માનહાનિ કેસ: પુણે કોર્ટે રાહુલ ગાંધીને 9 મેના રોજ હાજર થવા કહ્યું