keshod/ APMC ખાતે સુશાસન દિન નિમિતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

એ.પી.એમ.સી.ખાતે સુશાસન દિન નિમિતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

Gujarat Others

@ચેતન પરમાર, કેશોદ 

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે જૂનાગઢના કેશોદ ખાતે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કેશોદ એ.પી.એમ. સી. ખાતે સવારે 11 કલાકે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરુ થયો હતો. ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સ્થળ પર જ કીટ આપવામાં આવી હતી જેવીક પાપડ મશીન, છત્રી, સેન્ટીંગ કીટ, કડિયા કામની કીટ સહિત લાભાર્થીઓને કિટોનું સહાય વિતરણ કરવામાં આવ્યું તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડાએ ઉપસ્થિતજનોને ને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું હતું.

આ પ્રસંગે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી કિશાન પરિવહન યોજનામાં મળતા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમ માં ઉપસ્થિત કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ,પ્રવીણભાઈ ભાલારા, કેશોદ એ.પી.એમ.સી.ના ચેરમેન, કેશોદ તાલુકા વિકાસ અધિકારી, કેશોદ મામલતદાર, સહિત આગેવાનો, ખેડૂતો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…