India-Australia Fourth Test/ ખ્વાજાનું ખ્વાબ સિદ્ધઃ ભારત સામે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા 4 વિકેટે 255

અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ટી ટાઇમે ઓસ્ટ્રેલિયાએ 62 ઓવરમાં બે વિકેટે 149 રન કર્યા હતા.

Top Stories Sports
India-Australia Fourth Test

અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં India-Australia Fourth Test ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 255 રન કર્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજાનું ભારતની ધરતી પર સદી ફટકારવાનું ખ્વાબ સિદ્ધ થયું હતું. પ્રથમ દિવસની રમતના અંતે ખ્વાજા 251 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 104 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે તેને બીજા છેડે સારો ટેકો આપતા કેમરૂન ગ્રીન 64 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 49 રન કરી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દાખવેલી રમત બતાવે છે જો બેટ્સમેન પીચ પર ટકી જાય તો રન કરવા સરળ છે. ભારત તરફથી શમી બે વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો, જ્યારે અશ્વિન અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં India-Australia Fourth Test ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ટી ટાઇમે ઓસ્ટ્રેલિયાએ 62 ઓવરમાં બે વિકેટે 149 રન કર્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાએ બીજા સેશનમાં 33 ઓવરમાં 74 રન કર્યા હતા, પરંતુ એકપણ વિકેટ ગુમાવી ન હતી. ઓપનર ખ્વાજા 65 અને કેપ્ટન સ્ટીવ સ્મિથ 38 રને રમતમાં છે. India-Australia Fourth Test બંનેનો વર્તમાન સિરીઝમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્કોર છે.

લંચ પહેલા ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી ત્યારે લાગ્યું હતું કે India-Australia Fourth Test ઓસ્ટ્રેલિયા અગાઉની જેમ ધબડકો કરશે, પરંતુ ખ્વાજા અને કેપ્ટન સ્મિથની સાવધાનીપૂર્વકની ચુસ્ત બેટિંગે ભારતીય બોલરોને ફાવવા દીધા ન હતા. જો કે બંનેએ અત્યંત ધીમી બેટિંગ કરતાં મેચ બોરિંગ થઈ ગઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા અંતિમ ટેસ્ટ જીતીને શ્રેણી ડ્રો કરવાના ભાગરૂપે બધુ કરી ચૂકશે. ઓસ્ટ્રેલિયા જાણે છે કે જો તે પહેલી ઇનિંગ્સમાં સારો સ્કોર ખડકવામાં સફળ રહ્યું તો કમસેકમ મેચ તો નહી જ હારે તે સુનિશ્ચિત થઈ શકે તેમ છે. ભારત તરફથી પ્રથમ સત્રમાં સૌથી સફળ બોલર India-Australia Fourth Test અશ્વિન અને શમી રહ્યા હતા. બંનેએ એક-એક વિકેટ ઝડપી હતી.

ચોથી ટેસ્ટમાં બન્ને દેશના PMની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. લંચ ટાઇમે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી 75 રન કર્યા હતા. ઉસ્માન ખ્વાજા 27 રન કરી અને કેપ્ટન સ્ટીવ સ્મિથ બે રને ક્રીઝ પર હતા.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડને છઠ્ઠી ઓવરમાં જીવતદાન મળી હતી. વિકેટકીપર કેએસ ભરતે ઉમેશ યાદવના બોલ પર તેનો કેચ છોડ્યો હતો. જોકે આ પછી અશ્વિને ટીમને પહેલી સફળતા અપાવી હતી. તેણે ટ્રેવિસ હેડને 32 રને આઉટ કર્યો હતો. તેના પછી માર્નસ લાબુશેન પણ ત્રણ રન કરી આઉટ થયો હતો. તેને શમીએ બોલ્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનું રન મશીન મનાતો માર્નસ લબુશેન માટે ભારત સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળ રહ્યો છે. કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. તે સદી તો ઠીક અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

દર્શકોની સંખ્યાનો સૌથી મોટો રેકોર્ડ બની શકે છે
અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. તેમાં 1.32 લાખ દર્શકો બેસી શકે છે. ત્યારે આ મેચ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ પણ બની શકે છે. અત્યારે આ વર્લ્ડ રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા)ના નામે છે. 2014માં એશિઝ સિરીઝની મેચ દરમિયાન એક જ દિવસમાં 91,112 દર્શકો હતા.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભારત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. એક સમયે ટીમમાં કે ભરતના સ્થાને ઇશાન કિશનને સમાવાય તેવી સંભાવના હતી, પણ આશ્ચર્યજનક રીતે કે ભરતને જાળવી રાખવામાં આવ્યો છે. તે વિકેટકીપિંગથી લઈને બેટિંગ સુધી બધામાં ભારતના માથે પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ Tiger Cube/ આંધ્રના ગામમાં 4 વાઘબાળ મળ્યા, 300ની વન અધિકારીઓની ટીમ તેની માતાની તલાશમાં

આ પણ વાંચોઃ PM Modi Strong Response/ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પાકની લશ્કરી ઉશ્કેરણીનો વધુ જલદ પ્રતિભાવ આપશે

આ પણ વાંચોઃ Instagram Down Today/ હજારો લોકો માટે Instagram સેવા અટકી, વપરાશકર્તાઓની ફરિયાદ