Not Set/ ખેડાનાં એડિશનલ કલેકટર રમેશ મેરજા કોરોના પોઝિટિવ

ખેડાનાં એડિશનલ કલેક્ટર કોરોના સંક્રમિત થયા છે.

Gujarat Others
123 22 ખેડાનાં એડિશનલ કલેકટર રમેશ મેરજા કોરોના પોઝિટિવ
  • ખેડાનાં એડિ.કલેકટરને થયો કોરોના
  • રમેશ મેરજા કોરોનાથી સંક્રમિત
  • મેરજા છે ખેડાનાં એડિ.કલેકટર
  • હોમ કવોરોન્ટાઇન થયા મેરજા

રાજ્યમાં કોરોના સંક્રમણનાં નવા કેસોમાં સતત વધારો નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે, રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા કે અધિકારી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, ખેડાનાં એડિશનલ કલેક્ટર કોરોના સંક્રમિત થયા છે.

રાજકારણ / લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ

આપને જણાવી દઇએ કે, ખેડાનાં એડિશનલ કલેક્ટર રમેશ મેરજાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આ રિપોર્ટ વિશે જાણ થતા પોતાને હોમ ક્વોરેન્ટીન કરી દીધા છે. જણાવી દઇએ કે, રમેશ મેરજા બ્રિજેશ મેરજાનાં ભાઇ છે. રમેશ મેરજા મૂળ મોરબી પંથકનાં ચમનપુર ગામનાં પાટીદાર રત્ન છે. તેઓ કૃષિક્ષેત્રમાં સ્નાતક ઉપરાંત એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. આ ઉપરાંત તેમણે પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો છે.  રાજ્યમાં રોજ નવા કેસો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.

Covid-19 / ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,340 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 ઉપર પહોચ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં 110  લોકોનાં મૃત્યુ થયા હતા.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 3981 સંખ્યા  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61,647 છે. રવિવારે અમદાવાદમાં નવા 3694 કેસ સામે 28નાં મોત થયા છે. સુરતમાં નવા 2425 કેસ, 28નાં મોત ,રાજકોટમાં 811 અને વડોદરમાં 509 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 198 અને જામનગરમાં 366 કેસ નોંધાયા. ગાંધીનગરમાં 150 અને જૂનાગઢમાં 122 કેસ નોંધાયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Untitled 37 ખેડાનાં એડિશનલ કલેકટર રમેશ મેરજા કોરોના પોઝિટિવ