જવાન શહીદ/ ખેડાના આર્મી જવાન ફરજ દરમિયાન સિક્કીમમાં થયા શહીદ, હિમવર્ષા વચ્ચે હતી ડ્યુટી

આર્મીમાં ફરજ અદા કરતા શહીદ થયેલા જવાન હિતેશ પરમાર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના રહેવાસી છે અને તેઓ આજથી દસ વર્ષ પહેલા આર્મીમાં જોડાયા હતા.

Gujarat Others
આર્મી

રાજ્ય માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના રહેવાસી એવા એક આર્મી જવાન શહીદ થઇ ગયા છે. આ આર્મી જવાનનું ફરજ દરમિયાન સિક્કીમ રાજ્યમાં અવસાન થયું છે.

આ પણ વાંચો :સુલતાનપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત

આ અંગે મળતી માહિતી મુજબ, આર્મીમાં ફરજ અદા કરતા શહીદ થયેલા જવાન હિતેશ પરમાર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના રહેવાસી છે અને તેઓ આજથી દસ વર્ષ પહેલા આર્મીમાં જોડાયા હતા. હાલ તેમનું ફરજનું સ્થળ સિક્કિમ હતું, તેમના ફરજના સ્થળ પર ભારે હિમ વર્ષા થવાના કારણે જવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.

બીજી બાજુ આ ઘટનાને લઈ તેઓના પરિવારમાં અને સાથે સાથે સમગ્ર ખેડા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે.  શહીદ જવાન એવા હિતેશ પરમારના પરિવારની વાત કરીએ તો, તેમના પરિવારમાં તેઓના માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્નીની સાથે એક અઢી વર્ષનો એક માસૂમ પુત્ર પણ છે.

આ પણ વાંચો :ભાજપના ધારાસભ્ય પર કોરોનાનો કેર, એક જ દિવસમાં આ બે નેતા થયા પોઝિટિવ

જવાન હિતેશ પરમારના અવસાન બાદ તેઓના મૃતદેહને બુધવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જવાનના મૃતદેહને તેના માદરે વતન લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :અમિત શાહ આવશે બે દિવસ ગુજરાતની મુલાકાત, જૈવિક ખેતીને લગતા કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો : ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, થયા હોમ આઇસોલેટ

આ પણ વાંચો :વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ