Tweet/ ખેલરત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે, PM એ ટ્વીટ કરી આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ખેલ રત્ન એવોર્ડને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવશે તેવી ઘોષણા કરી દીધી છે.

Mantavya Exclusive
વડાપ્રધાન
  • ખેલરત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે
  • ખેલરત્ન એવોર્ડનું નામ બદલવાનો નિર્ણય
  • હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે એવોર્ડ
  • કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો નિર્ણય
  • અનેક લોકોનાં સૂચન આવ્યા હોવાથી લેવાયો નિર્ણય
  • પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનાં શાનદાર પ્રદર્શન બાદ હવે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ ખેલ રત્ન એવોર્ડને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવશે તેવી ઘોષણા કરી દીધી છે.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર, ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનાં મહાન પ્રયાસોથી અમે બધા અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં, આપણા દિકરા અને દિકરીઓ દ્વારા બતાવવામાં આવેલી ઇચ્છાશક્તિ, જીતવાનો ઉત્સાહ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે મોટી પ્રેરણા છે. તેમણે કહ્યું કે, મને સમગ્ર ભારતનાં નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદનાં નામે ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / રવિ દહિયાને ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ હરિયાણા સરકાર આપશે 4 કરોડનું ઈનામ

દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં નામ પરથી 1991-92માં ખેલ રત્ન એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કારની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ રમતનાં ક્ષેત્રમાં પ્રશંસા અને જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે, ખેલાડીઓનું સન્માન કરીને, તેમની પ્રતિષ્ઠા વધારવી પડશે, જેથી તેઓ સમાજમાં વધુ સન્માન મેળવી શકે. જણાવી દઇએ કે, ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પુરુષ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ મેચ રમવામાં સફળ રહી.

આ પણ વાંચો – ઝટકો / એમેઝોન અને RIL-ફ્યુચર ગ્રુપ વિવાદ પર SC એ એમેઝોનની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો

મોદી સરકારે ભલે રાજીવ ગાંધીનું નામ ખેલ રત્ન પુરસ્કારથી અલગ કરવાનું અને મેજર ધ્યાનચંદનું નામ ઉમેરવાનું નક્કી કર્યું હોય, પરંતુ આવનારા સમયમાં આ મુદ્દે રાજનીતિ શરૂ થઇ જાય તો નવાઇ નહી હોય. કોંગ્રેસને આ બાબત નિરાશાજનક લાગશે. ભાજપનાં વિપક્ષી પક્ષો આ મુદ્દે સવાલો ઉઠાવી શકે છે. જો કે, સરકાર એવી દલીલ કરશે કે ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદનાં નામે રાખવામાં આવ્યો હતો કારણ કે દેશવાસીઓની માંગ હતી અને ખેલાડીઓનાં સન્માન પુરસ્કારમાં માત્ર ખેલાડીઓનાં નામનો ઉપયોગ થવો જોઈએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…