Rajkot News: રાજકોટમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર હુમલાની ઘટના બનતા રાજકારણ ગરમાયું છે. જયંતિ સરધારાનો આરોપ છે કે PI સંજય પાદરીયાએ હુમલો કર્યો. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યાનું કહીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
જંયતિ સરધારા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. PI સંજય પાદરીયા જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે તેવી પણ માહિતી સામે આવી હતી. PI સંજય પાદરીયા ખોડલધામમાં સક્રિય રીતે જોડાયેલા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ પણ જોર પકડયું છે.
ખોડલ ધામ અને સરદાર ધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર હુમલો થવાના મામલામાં પીઆઈ સંજય પાદરીયા સામે ગુનો નોંધાયો છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે, સામાજિક પ્રસંગના જમણવાર દરમિયાન જ જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી.
જમણવાર પછી પાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તે બાદ મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ આખી ઘટનામાં સવાલે તે થઈ રહ્યા છે કે, આખરે શું પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાના સભ્યો સામસામે આવ્યા છે? શું ખોડલધામ અને સરદારધામ સંસ્થા વચ્ચે વિવાદ ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ આવી ગયો છે?
ઉપપ્રમુખ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાટીદાર આગેવાન જ્યંતિ સરધારાએ હુમલા બાદ નિવેદનમાં જણાવ્યું કે, ખોડલધામ નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયો છે. પીઆઈ સંજય પાદરિયાએ નરેશ પટેલનું નામ લઈ હુમલો કર્યો હોવાનું તેઓએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, લેઉવા પટેલ સમાજના આગેવાનો ગદ્દારી કરી સરદારધામમાં જોડાયો છો કહી હુમલો કરાયો હતો.
હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો આરોપ હતો કે, PI પાદરિયાએ એક પ્રસંગમાં ખુણામાં બોલાવીને ધમકી આપી હતી. જેમા તેમણે કહ્યુ હતુ કે, સરદાર ધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે. જે બાદ જાનથી મારી નાંખવાની પણ ધમકીનો આરોપ લગાવ્યો હતો.
આ અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગારિયાએ જણાવ્યું હતું કે કંઈ ખોડલધામ અને સરદારધામની વાત છે જ નહી. સંજય અને જયંતિ બંને મિત્રો છે. તેમની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો છે. બાકી બંને સંસ્થાઓ સારી કામગીરી બજાવી રહી છે. નરેશ પટેલ હાલમાં વિદેશમાં છે અને તે આવીને પોતે જયંતિ સરધારાને મળશે અને ગેરસમજ દૂર કરશે. જ્યારે જયંતિ સરધારા પર હુમલા અંગે સરદાર ધામના ટ્રસ્ટી શર્મિલ બાંભણીયાએ જણાવ્યું હતું કે આખી ઘટના નિંદનીય છે. ગૃહપ્રધાને આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. કોઈ એકનું વર્ચસ્વ ન ચાલે. આ હુમલાને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષના નેતાઓએ મૌન સાધ્યું છે.
આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાને મુકેશ મેરજાએ આ અંગે જણાવ્યું હતું કે બંને સંસ્થાનું કાર્યક્ષેત્ર જુદુ-જુદુ છે. આ ઘટના બની તે વ્યક્તિગત હોઈ શકે છે, પરંતુ તેનો સંબંધ બંને સંસ્થા સાથે જોડી ન શકાય.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ
આ પણ વાંચો: ખોડલધામ ખાતે આયોજિત 7મા પાટોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
