ગેંગરેપ/ 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ, પહેલા કર્યો ગેંગરેપ અને બાદમાં ઝેર પીવડાવી દીધું…

ઉત્તર પ્રદેશના મેરઠમાં દસમાં ધોરણની વિદ્યાર્થિનીની સાથે ગેંગરેપ કર્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપીએ વિદ્યાર્થી પર ગેંગરેપ કર્યા બાદ તેને ઝેર આપી દીધું હતું, ત્યારબાદ વિદ્યાર્થિનીનું તડપી-તડપીને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. હજુ સુધી પોલીસે કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી. મામલો મેરઠના પોલીસ […]

India
gangrape 1 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ, પહેલા કર્યો ગેંગરેપ અને બાદમાં ઝેર પીવડાવી દીધું...

ઉત્તર પ્રદેશના મેરઠમાં દસમાં ધોરણની વિદ્યાર્થિનીની સાથે ગેંગરેપ કર્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપીએ વિદ્યાર્થી પર ગેંગરેપ કર્યા બાદ તેને ઝેર આપી દીધું હતું, ત્યારબાદ વિદ્યાર્થિનીનું તડપી-તડપીને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. હજુ સુધી પોલીસે કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી.

મામલો મેરઠના પોલીસ સ્ટેશન સરથાણા વિસ્તારના કપસાડ ગામનો છે. અહીં દસમા ધોરણની વિદ્યાર્થિની ઘરેથી ટ્યુશન જવા નીકળી હતી પણ તે ટ્યુશન ક્લાસ સુધી પહોંચી શકી ન હતી. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગામના 4 છોકરાઓએ તેનું રસ્તામાં અપહરણ કરી લીધું હતું, ત્યારબાદ તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેને ઝેર આપવામાં આવ્યું હતું. જ્યારે યુવતી ખરાબ હાલતમાં તેના ઘરે પહોંચી ત્યારે તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું. આ કહાની સાંભળીને પરિવારજનો આશ્ચર્યચકિંત થઇ ગયા હતા અને ત્યારબાદ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જ્યાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતુ.

New law in Sweden recognises sex without consent as rape | South China Morning Post

સુહાગરાત મનાવવાની તૈયારી કરી રહ્યો હતો વરરાજો, ત્યારે દુલ્હને કર્યુ એવું કે તમામ સપના વેરવિખેર થઇ ગયા…

મોડી રાત્રે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારના સભ્યોએ ગામના જ એક નામાંકિત અને ત્રણ અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો અને હવે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે અનેક ટીમો બનાવી છે, જે હવે દરેક જગ્યાએ શોધી રહ્યા છે. જોકે, પોલીસે હજી સુધી એક પણ આરોપી સામે આરોપ મૂક્યો નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ હજી પણ આ મામલે કંઇપણ બોલવાનું ટાળી રહ્યા છે.