Not Set/ રાજકોટના કિન્નરોએ પણ વેક્સીન લઈ પોતાની જબાવદારી નિષ્ઠાપૂર્વક નિભાવી : સમાજને આપ્યો એક આગવો સંદેશ

કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વેક્સીન લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારદ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલ કોરોના વેક્સીનેસન કામગીરીમાં ૧૮ થી ૪૪ તથા ૪૫ થી મોટી ઉંમરના

Gujarat Rajkot
kinnar rajkot રાજકોટના કિન્નરોએ પણ વેક્સીન લઈ પોતાની જબાવદારી નિષ્ઠાપૂર્વક નિભાવી : સમાજને આપ્યો એક આગવો સંદેશ

કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વેક્સીન લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારદ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલ કોરોના વેક્સીનેસન કામગીરીમાં ૧૮ થી ૪૪ તથા ૪૫ થી મોટી ઉંમરના લોકોની રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરના કિન્નરોએ પણ વેક્સીન લઈ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આજે તા. ૧૦-૦૬-૨૦૨૧ ના રોજ ૭૦ થી વધુ કોન્નારોએ કોરોના સામેની વેક્સીન મુકાવી હતી.

વેક્સીનેસન કાર્યક્રમ ટ્રાન્સજેન્ડરના સહયોગથી તેમજ લક્ષ્ય સંસ્થા અને સામાજિક સુરક્ષા વિભાગના સહકારથી નવયુગ શાળા ખાતે ૭૦ થી વધુ ટ્રાન્સજેન્ડર લોકોએ કોરોના રસી લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાના અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સીનેસનની કામગીરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.કિન્નર લોકોએ વેક્સીનેસન કામગીરીમાં સહભાગી બન્યા હતા અને અન્ય લોકોને પણ વેક્સન લેવા અનુરોધ કરી સમાજને એક આગવો સંદેશ આપ્યો હતો.

બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 5452 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 10/06/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 4019 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1433 સહિત કુલ 5452 નાગરિકોએ રસી લીધી હતી.

kalmukho str 7 રાજકોટના કિન્નરોએ પણ વેક્સીન લઈ પોતાની જબાવદારી નિષ્ઠાપૂર્વક નિભાવી : સમાજને આપ્યો એક આગવો સંદેશ