Jamnagar News: જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં 159% સરેરાશ વરસાદ નોંધાયો છે. આ અતિવૃષ્ટિએ જિલ્લાના ખેડૂતો, માછીમારો અને ગરીબોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો કે, સરકાર આપદાગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પારવામાં નિષ્ફળ રહી છે અતિવૃષ્ટિએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યા, જમીન ધોવાણના કારણે ખેતરો બરબાદ થઈ ગયા.
ખાસ કરીને જામનગર જિલ્લામાં આ વર્ષે અનપેક્ષિત અતિવૃષ્ટિએ ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોના જીવનને હચમચાવી નાખ્યું છે. સતત પડતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ, જુવાર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરોની ઉપરની ફળદ્રુપ જમીન ધોવાઈ જવાથી ભવિષ્યમાં ખેતી કરવા માટે જમીનને ફરીથી તૈયાર કરવી એ ખેડૂતો માટે એક નવી ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત, માછીમારોને પણ આ અતિવૃષ્ટિએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. સતત દરિયો ઉછળતો રહેવાથી અને મજબૂત પવનો ફૂંકાતા રહેવાથી ઘણી બોટોને નુકસાન થયું છે. જેના કારણે માછીમારોની રોજીરોટી પર માઠી અસર પડી છે. ઘણા માછીમારો દેવાદાર થઈ ગયા છે અને તેમના પરિવારોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 188% જામનગર તાલુકામાં 142% જોડિયા તાલુકામાં 160% કાલાવડ તાલુકામાં 191% અને લાલપુર તાલુકામાં 151% એમ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં 159% સરેરાશ વરસાદ નોંધાયો છે, જિલ્લાના અમુક તાલુકામાં મૌસમના કુલ વરસાદના બે થી ત્રણ ગણા સુધી વરસાદ નોંધાયો હોય ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે સાથે સાથે જમીન ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ચોમાસાના અઢી મહિનાના સમયમાં આપણાં જિલ્લામાં દોઢ મહિનો વરસાદના દિવસો પસાર થયા છે જેના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પણ પાક લીલો દેખાય છે પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

નીચાંણવાળા વિસ્તારમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘર વખરીને પણ મોટું નુકશાન થયું છે. આમ ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે, કે કેન્દ્ર સરકાર દ્વારા 2016 માં અછતગ્રસ્ત મેન્યુઅલમાં કરેલા સુધારા મુજબ જે તાલુકામાં છેલ્લા ત્રીસ વર્ષેના વરસાદની સરખામણી એ પ્લસ કે માઇનસ 40% નો ફેરફાર થાય એટલે કે 140% વરસાદ પડે કે માત્ર 59% વરસાદ પડે તો લીલો દુષ્કાળ કે અછતગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે તે મુજબ જામનગર જિલ્લામાં 159% વરસાદ નોંધાયો હોય જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી અછતગ્રસ્તની જોગવાઇનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.
20 ઓગેસ્ટ 2020 ના રોજ રાજ્ય સરકારે બનાવેલી “”મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”” માં અતિવૃષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી હતી કે “”સતત 48 કલાકમાં જો 25 ઇંચ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ ગણવી”” એ મુજબ પણ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ નોંધાઈ ચુકી છે અત્યારે ભલે એ યોજના બંધ હોય પણ સરકારે જ્યારે આ યોજના બનાવી ત્યારે અતિવૃષ્ટિની ગંભીરતા એની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે એ મુજબ આપણો જિલ્લો અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે તો એ યોજના મુજબ પ્રતિ હેકટર ખેડૂતોને ઓછામાં ઓછા 25000 અને ચાર હેક્ટરની મર્યાદામાં એમ કુલ એક લાખની ખેડૂતદીઠ વળતર આપવું જોઈએ
કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા વધુ જણાવ્યું હતું કે ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ રાજ્યનું “જમીન વિકાસ નિગમ” બન્યું ભાજપ સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ ન કરી શક્યું તો તેમણે જમીન વિકાસ નિગમને જ બંધ કરી દીધું અને તેનો ભોગ અત્યારે ખેડૂતો બની રહયા છે અતિવૃષ્ટિ જેવી ઘટનામાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ તેનું અત્યારે કોઈ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ન તો સર્વે કરવામાં આવે છે કે ન તો સરકાર જમીન ધોવાણનું વળતર આપવામાં આવે છે ત્યાર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને જે જમીન ધોવાઈ છે તેનું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેડ, ખાતર, દવા, બિયારણ અને મજૂરીનો જ હિસાબ (નફો નહિ) કરીએ તો પણ પ્રતી હેકટર ઓછાંમાં ઓછું 2 લાખ 75 હજારનું નુકશાન થયું છે જ્યારે ખેડૂતોએ જે પ્રતિ હેકટર 1 લાખ 25 હજારનું પાક ધિરાણ લીધું છે તે માંડવાળ કરવામાંઆવે તેવી અમારી માંગ છે.
જ્યારે 2016 પહેલા પાકવીમાં યોજના અમલમાં હતી ત્યારે પણ ખેડૂતોને પાકવીમો અને SDRF/NDRF એમ બન્ને યોજનાના લાભ

મળતા હતા ત્યારબાદ પ્રધાનમંત્રી પાકવીમાં યોજના વખતે બન્ને યોજનાના લાભ મળતા હતા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી ત્યારે પણ આ યોજના ના પરિપત્રમાં કલમ “ધ” ની પેટા કલમ 9 માં ભહુ સપસ્ટ હતું કે ખેડૂતોને બન્ને યોજનાના લાભ મળશે તો. અત્યારે રાજ્ય સરકારે SDRF ના લાભ આપે છે તે આવકાર્ય છે પણ રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિના કારણે બંધ થયેલી પાકવીમાં યોજનાના લાભ ખેડૂતોને મળતા નથી તો સરકારે પાકવીમાં યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મજુબ ખેડૂતો ને અલગથી રાજ્ય સરકારના ભંડોળમાંથી પ્રતિ હેકટર ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા ઓછામાં ઓછા ચાર હેક્ટરની મર્યાદામાં આપવા જોઈએ
મોટાભાગના માછીમાર ભાઈઓ રોજેરોજનું કરી ખાવા વાળા છે ત્યારે સતત વરસાદ ને સરકાર દ્વારા દરિયો ન ખેડવાની સૂચનાઓના કારણે 45-50 દિવસ રોજીરોટી કમાયા વગર સમય વિતાવ્યો છે, તેઓના ઘરમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઘર વખરી પણ નાસ પામી છે. એટલું જ નહીં વાવાજોડા જેવી સ્થિતિના કારણે બોટોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કેસડોલ્સ આપવામાં આવે, તેમને બોટમાં નુકસાન બદલ વળતર આપવામાં આવે
સતત 45 – 50 દિવસ વરસાદ પડવાના કારણે ગરીબ અને મજૂર વર્ગ 45-50 દિવસ સુધી કામ ધંધા પર જઈ શક્યા નથી, તેઓના રહેણાક વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે અને ઘરોમાં પણ પાણી ભરાઈ રહેવાના કારણે તેમની ઘર વખરી નાશ પામી છે તો તેઓને 45 – 50 દિવસની કેસડોલ્સ તો આપવામાં આવે જ સાથે સાથે તેઓની ઘર વખરી નાશ પામી છે તે બદલ રાજ્ય સરકાર દ્વારા અલગથી વળતર આપવામાં આવે.

જામનગર જિલ્લામાં પશુપાલન સાથે જોડાયેલો ખૂબ મોટો વર્ગ છે તેમાં પણ ખાસ ઘેટા બકરાં સાથે જોળાયેલા પશુપાલક ભાઈઓ પાસે એવા છાપરાં હોતા નથી કે તે પોતાના પશુઓને છાપરાં રાખી વરસાદથી બચાવી શકે 45 – 50 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે તેઓને પશુઓના મોટા પ્રમાણમાં નુકસાન વહન કરવું પડ્યું છે આ વર્ગ મોટા પ્રમાણમાં અભણ છે તેમને ખબર પણ નથી કે પશુ મૃત્યુની ક્યાંય નોંધ કરાવવાની હોય છે ત્યારે સરકારશ્રી દ્વારા દરેક ગામમાં પશુપાલકોના વાળામાં સર્વે ટીમ મોકલી સર્વે કરી તાત્કાલિક વળતર આપવું જોઈએ.
જામનગર જિલ્લામાં 159% વરસાદ, સરકારે કરેલી વ્યાખ્યા મુજબ રેકર્ડ બ્રેક અતિવૃષ્ટિનો વરસાદ નોંધાયો છે આ તમામ બાબતોને ધ્યાને લઈ કિશન કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ માંગ કરી છે કે જામનગર જિલ્લો કાયદા મુજબ લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ શકે તેમ છે તો લીલો દુષ્કાળગ્રરત વિસ્તાર જાહેર કરી તે મુજબ મળતા લાભો આપવામાં આવે, પાક ધિરાણ લીધેલ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માંડવાળ કરવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને હેકટરદીઠ ઓછામાં ઓછી 25000 ની સહાય અને ચાર હેકટરની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવે, જમીન ધોવાણ માટે અલગથી સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, પશુપાલકો, માછીમાર ભાઈઓ, મજૂર, ગરીબો માટે તાત્કાલિક સહાય પેકેજ આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે.
@સાગર સંઘાણી, મંતવ્ય ન્યુઝ જામનગર
આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ
આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય
આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત
