Gandhinagar News : ગાંધીનગરમાં આવેલ સેકટર – 5 ના 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડી હતી. જેને લઇ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન દર્દીને ઝીકા વાયરસ થયો હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગરમાં મિશ્ર ઋતુનાં વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. એવામાં ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો. જેમાં સેકટર-5 ના 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડતા હાલત સ્થિર હોવાના પગલે ઘરે સારવાર આપવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઇ અને રોગચાળો અટકે તેને લઇ શંકાસ્પદ દર્દીના ઘર સહીતના આસપાસ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સેકટર 5 સહિત આસપાસના સેક્ટરોમાં મોનીટરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જોકે હાલ દર્દીની હાલત હાલ સ્થિર હોવાને પગલે ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં
આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો
