Gujarat News/ PM મોદી વનતારા પહોંચ્યા, 3000 એકરના ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે રેસ્ક્યૂ સેન્ટર

તેઓ સાસણ ગીરમાં આયોજિત વન વિભાગના સંમેલનમાં હાજરી આપશે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: PM મોદી (PM Narendra Modi) 2 માર્ચે વંતારા (વનતારા) પહોંચ્યા હતા. વનતારામાં ઉદ્યોગપતિ અંબાણી પરિવાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી હાજર રહ્યાં હતા.

PM મોદી (PM Narendra Modi) 2 માર્ચે વંતારાની (વનતારા) મુલાકાત લેશે. જ્યાં તેઓ સવારે 6:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સીધા સોમનાથ પહોંચશે. બપોરે 2:15 વાગ્યે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. બપોરે 3:00 વાગ્યે તેઓ સાસણ ગીર જવા રવાના થશે. જ્યાં તે સાંજે 4:00 વાગ્યે પહોંચશે. તેઓ સાસણ ગીરમાં આયોજિત વન વિભાગના સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સાસણ ગીરના સિંહ સદનમાં રાત્રિ આરામ કરશે.

Vantara: Weighing the Benefits and Drawbacks of Wildlife Privatization | Hello Fitness Magazine

3 માર્ચે તેઓ સાસણ ગીર(Sasan Gir)માં જંગલ સફારીની મુલાકાત લેશે. જ્યાં તેઓ સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધી રોકાશે. સવારે 10 વાગ્યે તેઓ વન વિભાગના રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે. કોન્ફરન્સ પછી, વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા ગીર પહોંચશે. તેઓ ગીર હેલિપેડથી સીધા રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પહોંચશે. પીએમ મોદી બપોરે 2 વાગ્યે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને અનંત અંબાણીના સ્વપ્ન “વંતારા” (Star of Forest) કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ, ભારત અને વિદેશમાં ઘાયલ પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સંભાળ રાખવા અને પુનર્વસન કરવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ બચાવ કેન્દ્ર જામનગરમાં રિલાયન્સ(Reliance)ના રિફાઇનરી સંકુલના 3,000 એકર ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે.

vantara #jamnagar #reliance #animalrehabilitation… | Washington DC

PM મોદી વનતારાની મુલાકાત બાદ સોમનાથ દાદાના દર્શન અને પૂજા ઉપરાંત, વડાપ્રધાન મંદિરના વિકાસ કાર્યની ચર્ચા કરશે. તેઓ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનો શિલાન્યાસ પણ કરે તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાન બન્યા પછી આ તેમની સોમનાથની બીજી મુલાકાત છે. વડાપ્રધાન બન્યા પછી, તેઓ 8 માર્ચ 2017ના રોજ પહેલી વાર સોમનાથ (Somnath Temple) આવ્યા. પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી તરત જ PM મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું વચન આપ્યું હતું.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી