Ahmedabad News: PI – PSIની બદલીને લઈને જારી કરાયેલા પરિપત્ર પર DGPની સ્પષ્ટતા સામે આવી છે. થોડા દિવસો પહેલા PI-PSIની બદલીના નામે એક પરિપત્ર વાયરલ થયો હતો. વાયરલ થયેલા પરિપત્રના મામલામાં સ્પષ્ટતા આપતા DGP વિકાસ સહાયે કહ્યું કે, “આવો કોઈ પરિપત્ર નથી.”
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા એક પરિપત્ર વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક જ ઝોન કે જિલ્લામાં કાર્યરત PI-PSIની તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. જો કે આ વાઈરલ પરિપત્ર બાદ પોલીસ અધિકારીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં અનુશાસનહીનતાને જોતા, કેટલાક અધિકારીઓ જાહેરમાં બોલતા અથવા ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ કરતા ડરતા હતા.
https://twitter.com/mantavyanews/status/1826231171891765468
PI અને PSIની બદલી અંગે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “PI અને PSIની બદલીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને તમામ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક આપવા માટે, તરફથી એક પત્ર એક જ ઝોનમાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની પડોશી જિલ્લાઓમાં બદલી નહીં કરી શકાય તેવો મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અને પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર, રેન્જના ઈન્ચાર્જ આઈપીએસ અધિકારીઓને અરજી કરશે નહીં.”
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “નવી પોસ્ટિંગ પોલિસીના અમલીકરણ માટે રાજ્યના 9 રેન્જના આધારે 34 જિલ્લા, 4 કમિશનરેટને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એક ઝોનમાં કામ કરતા અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય ઑગસ્ટ 2024 થી પૂર્વવર્તી અસર સાથે અન્ય ઝોનમાં લેવામાં આવ્યો છે.
![]()
સમગ્ર મામલે સો ટચ સોનાનો સવાલ એ છે કે, જો આ પરિપત્ર કરાયો DGP અને ગૃહવિભાગ દ્વારા કરાયો નથી… તો કોના દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને વાયરલ કરાયો ? શું આ મુદ્દે તપાસ થશે ? કે કોઈ રાજકીય આગેવાનોના આગ્રહ હતો કે પોતાના વ્હાલા અધિકારીઓ જીલ્લા કે રેંજ બહાર નાં જાય અને એકબીજાનું સચવાયેલું રહે ? હવે અંતે હવે આ વાઈરલ પરિપત્ર અંગે ગૃહ વિભાગ અને રાજ્યના DGP તપાસ કરે તો જ ખરું સત્ય સામે આવશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈનસ્ટ્રોક, જાણો શું છે સ્થિતિ
આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા
