Gujarat Weather/ જાણો ક્યારથી પડશે ગુજરાતમાં ધ્રુજાવી દેતી ઠંડી, કેવું રહેશે તાપમાન

ગુજરાતમાં મોડેથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.

Top Stories Gujarat Breaking News
Image 2024 11 19T082552.724 જાણો ક્યારથી પડશે ગુજરાતમાં ધ્રુજાવી દેતી ઠંડી, કેવું રહેશે તાપમાન

Gujarat Weather: ગુજરાતમાં મોડેથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે ગુજરાતમાં સવાર-સાંજ લોકોને ઠંડીનો (Cold) અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. દરમિયાન કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આજે 24 કલાક તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી.

Cold Wave Intensifies in Telangana, Temperatures Drop in Hyderabad

જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Telangana: After incessant rains, winter is here

હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો (Double Season) અનુભવ થઈ શકે છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, મોરબી, નર્મદા અને અન્ય જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Indian States in for 'Severe Winter' Conditions Due to La Niña Onset: IMD |  Weather.com

એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના

આ પણ વાંચોઃગુજરાતમાં ઠંડીનો હવે નીચો જતો પારો, લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોતર ઘટાડો

આ પણ વાંચોઃગુજરાતમાં વરસાદ બાદ પડશે કડકડતી ઠંડી! આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?