ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં, ટીમ ઈન્ડિયાએ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવી ત્રીજી ટેસ્ટ મેચ પોતાના નામે કરી દીધી છે. ભારતનાં સ્પિન બોલર અક્ષર પટેલે પિંક બોલથી 11 વિકેટ ઝડપી હતી. જેની સામે ઇંગ્લેન્ડનાં બેટ્સમેનોએ જાણે તેમના હથિયારો નીચે મુકી દીધા હતા. આવી સ્થિતિમાં મેચ બાદ હાર્દિક પંડ્યા મેચનો હીરો બનેલા અક્ષર પટેલનું ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો. જે દરમિયાન અચાનક વિરાટ કોહલી આવે છે અને ગુજરાતીમાં અક્ષર પટેલને કઇ કહે છે. જે સાંભળી હાર્દિક અને અક્ષર બન્ને હસવા લાગે છે.
Cricket / અમદાવાદની પિચને લઇને આ શું બોલી ગયા યુવરાજ સિંહ?
આ ફની મોમેન્ટ ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ સામે આવ્યો હતો. જે વીડિયો આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષર પટેલે જણાવ્યું હતું કે, લગભગ ત્રણ વર્ષ ટીમ ઈન્ડિયાથી બહાર રહેવાના મુશ્કેલ સમયમાં તેમના મિત્રો અને પરિવારે તેમનો ઘણો સાથ આપ્યો હતો. અક્ષરે કહ્યું કે, તેમને દ્રડ નિશ્ચય કર્યો હતો કે જ્યારે પણ તક મળશે ત્યારે તેઓ પોતાના તરફથી 100 ટકા આપશે. અક્ષરે ચેન્નઈમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે, તેણે સતત ત્રણ ઇનિંગ્સમાં પાંચ વિકેટ હોલ લેવાનો કારનામો પણ કર્યો છે. હાર્દિક પંડ્યાએ આ ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, તેમને આ ખેલાડી પર ખૂબ ગર્વ છે. ત્યારે જ વિરાટ સ્પેશિયલ અપિયરન્સમાં આવ્યો અને ગુજરાતીમાં અક્ષરની પ્રશંસા કરતા જોવા મળ્યો હતો. જે બાદ હાર્દિકે કહ્યું કે વિરાટ આજકાલ ગુજરાતી શીખી રહ્યો છે.
DO NOT MISS: @hardikpandya7 interviews man of the moment @akshar2026.👍👍 – By @RajalArora
P.S.: #TeamIndia skipper @imVkohli makes a special appearance 😎@Paytm #INDvENG #PinkBallTest
Watch the full interview 🎥 👇 https://t.co/kytMdM4JzN pic.twitter.com/QLJWMkCNM5
— BCCI (@BCCI) February 26, 2021
Cricket / અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું
વર્તમાન સિરીઝમાં રવિન્દ્ર જાડેજાની ઈજાને કારણે અક્ષરને તક મળી છે. તે 2018 થી નેશનલ ટીમની બહાર છે અને ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેણે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી. તેણે કહ્યું, ‘હું મારી જાતને કહેતો હતો કે તકની રાહ જો અને જ્યારે પણ મને તક મળશે ત્યારે હું મારું 100 ટકા આપીશ.’ અક્ષરે 15 વર્ષની ઉંમરે એક સ્કૂલ મિત્રનાં કહેવા પર ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની દાદીએ તેને ખૂબ ટેકો આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમમાં જોડાતા પહેલા તેની દાદીનું અવસાન થયું હતુ. ઈન્ટરવ્યૂનાં અંતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાર્દિક-અક્ષરની વાતચીતમાં કૂદી પડ્યો હતો. અક્ષરનાં પ્રદર્શનથી ખુશ થયેલા કોહલી તેના વખાણ ગુજરાતી બોલીને કર્યા હતા, જે આ વીડિયોમાં તમે સાંભળી શકો છો. વિરાટે કહ્યું, “ઓ બાપુ તારી બોલિંગ કમાલ છે.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
