છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિના મુલ્યે કોવીડ ટેસ્ટ સેન્ટરો ઉભા કરાયા છે બોડેલીના તાલુકા સેવાસદન પાસે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું જેમાં 70 લોકોના ટેસ્ટ કરાયા હતા
છોટાઉદેપુર જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝેટીવ કસોને ધ્યાનમાં રાખી છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિના મુલ્યે કોવીડ ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા છે ડભોઇ રોડ પર બોડેલી તાલુકા સેવા સદન પાસે કોવીડ સેન્ટર ઉભું કરાયું હતું અગાઉ કેસોનું પ્રમાણ ધટતા છોટાઉદેપુર જિલ્લામાં શરૂ કરાયેલા ટેસ્ટિંગ સેન્ટર બંધ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ જોતા ફરી ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
બોડેલી તાલુકા સેવાસદન પાસે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોનું થર્મલ ગન વડે ચેકીંગ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ લોકોના રેપિડ તેમજ આર ટી.પી.સી.આર ટેસ્ટ કરાયા હતા. જેમાં 45 રેપિડ તેમજ 25 આર ટી.પી.સી.આર આમ કુલ 70 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં તેઓ ક્યાંથી આવ્યા છે અને કયા વિસ્તારમાં જઈ રહ્યા છે વિગેરે માહિતી આરોગ્ય વિભાગે પૂછ-પરછ કરી હતી ટેસ્ટિંગમાં બે પુરુષના કોરોના પોઝેટીવ કેસ સામે આવ્યા હતા. આજથી શનિવાર સુધી સેન્ટર શરૂ રહેશે તેમ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભારતીબેન ગુપ્તાએ જણાવ્યું હતુ
@સુલેમાન ખત્રી , મંતવ્ય ન્યૂઝ – બોડેલી(છોટાઉદેપુર)
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….