Bollywood/ ફિલ્મ ‘ગણપત’માં ટાઇગર શ્રોફ સાથે ફરી જોવા મળશે કૃતિ સેનન, સામે આવ્યું મોશન પોસ્ટર

ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કર્યું છે. જેમાં કૃતિ સેનન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા ટાઇગરે લખ્યું કે, “ખત્મ હુઆ ઇંતજાર… ટેલેન્ટેડ કે ઇસ ભંડાર કે સાથ એકબાર ફિર સે કામ કકરને કે લીએ ઉત્સાહિત હૂં”.

Entertainment
a 93 ફિલ્મ 'ગણપત'માં ટાઇગર શ્રોફ સાથે ફરી જોવા મળશે કૃતિ સેનન, સામે આવ્યું મોશન પોસ્ટર

બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફની સાથે કૃતિ સેનને ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વળી ફરી એકવાર આ જોડી સાથે જોવા મળશે. જી હા, ફિલ્મ ‘ગણપત’માં ટાઇગર સાથે કૃતિ જોવા મળશે.

ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કર્યું છે. જેમાં કૃતિ સેનન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા ટાઇગરે લખ્યું કે, “ખત્મ હુઆ ઇંતજાર… ટેલેન્ટેડ કે ઇસ ભંડાર કે સાથ એકબાર ફિર સે કામ કકરને કે લીએ ઉત્સાહિત હૂં”.

Instagram will load in the frontend.

બીજી બાજુ, કૃતિ સેનને એક મોશન પોસ્ટર શેર કરી લખ્યું, ‘મિલીએ જસ્સી સે… ઇસકે લીએ સુપર ડુપર એક્સાઈટેડ!!  મેરે બહુત ખાસ ટાઇગર શ્રોફ કે સાથ ફરી એક   બાર ટીમ બનાકર! શૂટિંગ શરૂ હોને કા ઇન્તજાર નહીં કર સકતી! ‘

Instagram will load in the frontend.

વળી, મંગળવારે ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કર્યું હતું. જેમાં એક બોલિવૂડ એક્ટ્રેસ બાઇકમાં જોવા મળી હતી. આ તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું, “સુના હૈ  મુડને વાલી હૈ  કલ સુબહ ઠીક 10 : 40 કો ????”

આ પોસ્ટર હોવાથી, દરેક લોકો અનુમાન કરી રહ્યા હતા કે આ અભિનેત્રી કોણ છે. ચાહકો કૃતિ સેનન, નોરા ફતેહી, સારા અલી અલી ખાન સહિત ઘણા નામ લઈ રહ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે કૃતિ અને ટાઇગરે વર્ષ 2014 માં સાજિદ નડિયાદવાલા પ્રોડક્શનના સબ્બીર ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘હીરોપંતી’થી એક સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ બંને ફરી એકવાર સાથે જોવા મળશે. નિર્માતાઓ એક એવી અભિનેત્રીને કાસ્ટ કરવા માગે છે કે જે કૃતિના પાત્રવાળી એસ એક્શન ફિલ્મમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે. જે બાદ તેણે કૃતિ સેનન લેવાનું નક્કી કર્યું.

ગણપત સિવાય ટાઇગર શ્રોફ પાસે વધુ બે ફિલ્મો છે, જે અભિનેતાએ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ બંને ફિલ્મો ‘બાગી 4’ અને ‘હીરોપંતી 2’ છે. ટાઇગર કુલ 25 દેશોમાં આ બંને ફિલ્મ્સનું શૂટિંગ કરશે. ફિલ્મ ‘હીરોપંટી 2’ નું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ