Dismissal/ કુમકુમ ભાગ્યની ‘ઈન્દુ દાદી’નું નિધન, સ્ટાર્સે ઝરીના રોશન ખાનને પાઠવી શ્રદ્ધાંજલિ

ટેલિવિઝન અને ફિલ્મ જગત પર આ વર્ષ કહેર વરસી રહ્યો છે. હવે કુમકુમ ભાગ્ય સીરિયલમાં ‘ઈંદુ દાદી’ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું નિધન થઈ ગયું છે.

Entertainment
a 40 કુમકુમ ભાગ્યની 'ઈન્દુ દાદી'નું નિધન, સ્ટાર્સે ઝરીના રોશન ખાનને પાઠવી શ્રદ્ધાંજલિ

ટેલિવિઝન અને ફિલ્મ જગત પર આ વર્ષ કહેર વરસી રહ્યો છે. હવે કુમકુમ ભાગ્ય સીરિયલમાં ‘ઈન્દુ દાદી’ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું નિધન થઈ ગયું છે. 54 વર્ષની ઉંમરે, આ દિગ્ગજ કલાકારે વિશ્વને વિદાય આપી છે. આ મૃત્યુના સમાચારથી આખું ટીવી ઉદ્યોગ ચોંકી ઉઠ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝરીના ખાનનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું. ઝરીના રોશન ખાનના નિધન બાદ ઘણા ટીવી સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. ‘કુમકુમ ભાગ્ય’ની ટીમને સૌથી વધુ આધાત લાગ્યો છે. આ સિરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર અભિનેત્રી સૃતિ ઝાએ સોશિયલ મીડિયા પર તેની સાથે વીડિયો અને તસ્વીર શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

Instagram will load in the frontend.

જ્યારે બીજીબાજુ શબ્બીર અહલુવાલિયા એટલે કે કુમકુમ ભાગ્યના અભીએ ઈન્દુ દાદી સાથેનો ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને ‘યે ચાંદ સા રોશન ચહેરા’ લખ્યું છે અને તેની સાથે હ્રદયસ્પર્શી ઇમોજીનો ઉપયોગ પણ કર્યો છે.

Instagram will load in the frontend.

સિરિયલમાં પૂરબનો રોલ નિભાવી ચ્કેલ વિન રાણાએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આપને જણાવી દઈએ કે ઝરીના રોશન ખાને પણ લોકપ્રિય સ્ટાર પ્લસ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કામ કરીને લોકોનું દિલ જીત્યું હતું.