Not Set/ નર્મદા કેનાલથી ટપ્પર ડેમમાં પાણી ભરાવની મુખ્યમંત્રી દ્વારા મોહર લગાવાઈ, કામગીરી શરુ

  કચ્છ. કચ્છમાં વરસાદ ખેંચાતા કચ્છની પ્રજાને પાણીનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન ન બની રહે અને જળકટોકટી નિવારી શકાય તે માટે મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાનીરથી ભરવાની જાહેરાત કરી હતી અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામા આવી છે. કચ્છના પાણી પુરવઠા બોર્ડની માંગ અનુસાર પ૦૦ એમએફસીટી પાણીની ડીમાન્ડ કરવામા આવી છે. હાલના સમયે 200 એમએફસીટી જળ […]

Top Stories Gujarat Others
sdkkjkjsk નર્મદા કેનાલથી ટપ્પર ડેમમાં પાણી ભરાવની મુખ્યમંત્રી દ્વારા મોહર લગાવાઈ, કામગીરી શરુ

 

કચ્છ.
કચ્છમાં વરસાદ ખેંચાતા કચ્છની પ્રજાને પાણીનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન ન બની રહે અને જળકટોકટી નિવારી શકાય તે માટે મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાનીરથી ભરવાની જાહેરાત કરી હતી અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામા આવી છે.
કચ્છના પાણી પુરવઠા બોર્ડની માંગ અનુસાર પ૦૦ એમએફસીટી પાણીની ડીમાન્ડ કરવામા આવી છે. હાલના સમયે 200 એમએફસીટી જળ બેલેન્સ રહ્યુ છે. જે ફલો(પ્રવાહથી) ગત રોજ પાણી છોડવામાં આવ્યું છે તે જ રીતે આગામી 17 થી 20 દીવસ સુધી પાણી છોડવામાં આવશે તો એક અંદાજ અનુસાર 500 થી 700 એમએફસીટી પાણીનો જથ્થો થવા પામી જાય તેમ છે.

જો આ આયોજન સફળતાથી પાર પડશે તો આગામી 80 થી 100 દીવસ સુધી કદાચ વરસાદ નહી આવે તો પણ કચ્છને દૈનીક 100 એમએલડી પાણીનો જથ્થો પુરો પાડી શકાય તેમ નિશ્ચિત કરી લેવાયુ છે. આ આયોજનના આધારે 10 કરોડ લીટર પાણીનો દૈનિક જથ્થો કદાચ ઉપયોગ કરવામા આવશે તો પણ આવતી દિવાળી સુધી કચ્છને પાણીને લઈને કોઈ જ મોટો પ્રશ્ન નહી સર્જાય તેવો આશાવાદ પણ તંત્રના સત્તાવાર સાધનો દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે.

જયારે આ મુદ્દે ભુજ વિભાગના પાણી પુરવઠા અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું કે,

sdkkjkjsk નર્મદા કેનાલથી ટપ્પર ડેમમાં પાણી ભરાવની મુખ્યમંત્રી દ્વારા મોહર લગાવાઈ, કામગીરી શરુ500 એમએફસીટી ટપ્પર ડેમને નર્મદા ડેમથી કેનાલ દ્વારા ભરવાની દરખાસ્ત રાજ્ય સરકારને કરવામાં આવી હતી જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ દરખાસ્તને મંજૂરી આપી હતી. જે અંતર્ગત ગુરુવાર સાંજથી આ ડેમને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પાણીનો ઉપયોગ ટપ્પર ડેમમાં 80 થી 90 દિવસ લોકો દ્વારા થઇ શકશે.”