Not Set/ રાજ્યમાં ટાયરો સળગાવીને થઈ રહ્યો છે ‘પદ્માવત’નો વિરોધ

અમદાવાદ, સુપ્રિમકોર્ટના આદેશ બાદ પદ્માવત ફિલ્મમાં ભારે ફેરબદલ પછી પણ આ ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પદ્માવત ફિલ્મની જેમ રીલીઝ તારીખ આવી રહી છે તેમ તેમ વિરોધમાં સપડાતી જાય છે, કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે. ગઈ કાલે કચ્છમાં પણ પદ્માવત ફિલ્મનો ભારે […]

Top Stories
mns virod રાજ્યમાં ટાયરો સળગાવીને થઈ રહ્યો છે ‘પદ્માવત’નો વિરોધ

અમદાવાદ,

સુપ્રિમકોર્ટના આદેશ બાદ પદ્માવત ફિલ્મમાં ભારે ફેરબદલ પછી પણ આ ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પદ્માવત ફિલ્મની જેમ રીલીઝ તારીખ આવી રહી છે તેમ તેમ વિરોધમાં સપડાતી જાય છે, કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે.

ગઈ કાલે કચ્છમાં પણ પદ્માવત ફિલ્મનો ભારે વિરોધ થયો હતો, ત્યાર પછી રાજપૂત સમાજ દ્વારા મહેસાણાના સતલાસણમાં પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીવનધારા ચોકડી પર રાજપૂત સમાજે ચક્કાજામ કર્યો. જેને લઇને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને 20થી વધુ લોકોની અટકાયત કરી હતી.

ધાનેરામાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. બહુચરાજીમાં પદ્માવત ફિલ્મને લઈને વિરોધ થયો છે, હાઇવે તેમજ મામલતદાર ઓફીસ સામે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. તળાજામાં રોયલ ચોકડી નજીક ટાયરો સળગાવીને કરણી સેનાએ રોડ ચક્કાજામ કર્યો હતો.

કચ્છના અંજાર ખાતે પદ્માવત ફિલ્મના વિરોધ મામલે કરણી સેના રાજપૂત સમાજ ના આગેવાનો દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી રસ્તો બંધ કરાયો હતો જેથી હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા જેના લીધે લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી હતી.

પદ્માવતી ફિલ્મને સુપ્રિમ કોર્ટની મંજુરી મળ્યા બાદ પણ ગુજરાતમાં આ ફિલ્મનો ભારે વિરોધ થઇ રહ્યો છે.રાજ્યમાં રાજપુત સંગઠનોએ પદ્માવત ફિલ્મનો વિરોધ કરતાં અનેક હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. કરણી સેના અને બીજા રાજપુત સંગઠનોએ પદ્માવત ફિલ્મનો ભારે વિરોધ કરતાં રાજ્યના હાઇ-વે પર ચક્કાજામ કરીને ટાયરો સળગાવ્યા હતા. ગુજરાતમાં પદ્માવત ફિલ્મનો વિરોધ શનિવારે પણ ચાલુ રહ્યો હતો. રાજ્યના સુરત, ખંભાળીયા, જામનગર, ભાવનગર, બનાસકાંઠા, પાલીતાણાના હાઇ-વે પર ચક્કાજામ કરીને ટાયરો સળગાવવમાં આવ્યા હતા.

પાલીતાણા તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઇ વે પર ટાયરો સળગાવવામાં આવ્યા અને સંજય લીલા ભણસાળીના પુતળાનું દહન કરવામાં આવ્યું.રાજકોટ જામનગર હાઇ-વે પર ગુલાબનગર પાસે ટાયરો સળગાવાયા.પોલિસની મોટી કુમક ઉતારવામાં આવી હતી.વડોદરાના જાંબુઆ બ્રીજ પાસે હાઇ-વે પર ચક્કાજામ,ભારે દેખાવો સાથે ફિલ્મના વિરોધમાં સુત્રોચ્ચાર કરાયા.