Food Recipe/ ડિનરમાં બનાવો લચ્છેદાર પ્યાજ પરોઠા…સરળ રેસિપી…મિનિટોમાં તૈયાર થશે!

ડુંગળીના લચ્છેદાર પરોઠા (Lachcha Pyaz Paratha) ડિનરમાં મળે તો સૌનો મૂડ તદ્દન ફ્રેશ થઈ જાય છે…મોટાભાગના લોકો નાસ્તામાં આલુ પરોઠા ખાવાનું પસંદ..

Trending Food Lifestyle
Lachcha Pyaz Paratha...ઢાબા Style Amazing રેસિપી...30 મિનિટમાં રેડી..!

Food Recipe: જો તમે ડિનરમાં કોઈ એવી રેસિપી બનાવવા ઈચ્છતા હો જે ઝટપટ બની જાય અને એનો સ્વાદ પણ ટેસ્ટી હોય તો તમે ડુંગળીના લચ્છેદાર પરોઠા (Lachcha Pyaz Paratha) બનાવી શકો છો. તો ચાલો નોંધી લઈએ પ્યાજ પરોઠા બનાવવાની રેસિપી….

ડુંગળીના લચ્છેદાર પરોઠા ડિનર (Dinner)માં મળે તો સૌનો મૂડ તદ્દન ફ્રેશ થઈ જાય છે…મોટાભાગના લોકો નાસ્તામાં આલુ પરોઠા ખાવાનું પસંદ કરે છે અને ડિનરમાં તમે આ ડુંગળીના લચ્છેદાર પરોઠા (Lachcha Pyaz Paratha) બનાવી શકો છો. આ ઉપરાંત, એની સાથે દહીં કે અથાણું અથવા કેચઅપ મળી જાય તો ‘સોને પે સુહાગા’ જેવું લાગે છે! પરંતુ આ ડુંગળીના લચ્છેદાર પરોઠા ત્યારે જ ખાવામાં સરસ લાગે છે જ્યારે એ ક્રિસ્પી બન્યા હોય!

ઘણા લોકો ઘરે ઢાબા સ્ટાઇલ પ્યાજ પરોઠા (Dhaba Style Lachcha Pyaz Paratha) બનાવવા માગતા હોય છે પણ બનાવી શકતા નથી હોતા…ક્યારેક પરોઠા એટલા તો નરમ બને છે કે કાપતી વખતે અથવા વણતી વખતે ફાટવા લાગે છે…જો તમને પણ આ સમસ્યા હોય તો ગભરાવાની જરુર નથી! અહિં તમારા માટે તદ્દન પરફેક્ટ ડુંગળીના લચ્છેદાર પરોઠાની રેસિપી ( Pyaz Paratha Recipe) લઇને આવ્યા છીએ જેને ફૉલો કરીને તમે ઘરે જ આસાનીથી કરારા પ્યાજ પરોઠા બનાવી શકો છો. તો ચાલો જાણીશું એને બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…

શી રીતે બનાવશો લચ્છેદાર પ્યાજ પરોઠા? (Lachcha Pyaz Paratha Recipe) 

લચ્છેદાર પ્યાજ પરોઠા ( Lachcha Pyaz Paratha) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Lachcha Pyaz Paratha Ingredients
Lachcha Pyaz Paratha Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

1 નાની ચમચી તેલ

ડુંગળીના સ્ટફિંગની સામગ્રી

4 ડુંગળી

સ્વાદાનુસાર મીઠું

2 નાની ચમચી કશ્મીરી લાલ મરચું

અડધી ચમચી ધાણા પાવડર

અડધી ચમચી ગરમ મસાલો

સંચળ સ્વાદાનુસાર

અડધી ચમચી જીરા પાવડર

એક ચપટી અજમો

અડધી ચમચી કલોંજી

2 લીલા મરચાં

એક મુઠ્ઠી તાજી કોથમીર

1 ચમચી વિનેગર

1 ચમચી સરસવનું તેલ

Lachcha Pyaz Paratha Recipe
Lachcha Pyaz Paratha Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ (Wheat Flour) અને મીઠું ઉમેરો. એનો લોટ બાંધી લો અને 1 ચમચી તેલ નાખીને સારી રીતે કેળવી લો અને એક ભીના કપડા વડે ઢાંકી દો. લોટને સેટ થવા દો.

2. ડુંગળીનું સ્ટફિંગ (Onion Stuffing) બનાવવા માટે ડુંગળીને છોલીને એને પાતળી-પાતળી સ્લાઈઝમાં સમારી લો અને એક બાઉલમાં રાખો. એમાં મીઠું નાખીને થોડી મિનિટ સુધી મૂકી રાખો.

3. હવે ડુંગળીનું એક્સ્ટ્રી પાણી નીચોવી લો અને એને એક અન્ય બાઉલમાં લઈ લો.

4. એમાં ગરમ મસાલો, ધાણા-જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું, સંચળ, લીલા સમારેલા મરચાં અને કોથમીર, વિનેગર, અજમો, કલોંજી અને 1 ચમચી સરસિયું ઉમેરો.

5. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

6. લોટના લુઆ બનાવી એને રોટલીની જેમ વણી લો અને વચ્ચે ડુંગળીનું સ્ટફિંગ મૂકી લો.

7. ત્યાર બાદ વચ્ચેથી કિનારી સુધી એક કટ લગાવો અને હળવા હાથેથી રોલ કરીને દબાવીને લચ્છા જેવો લુવો બનાવી લો અને ફરીથી પરોઠું વણી લો.

8. મધ્યમ તાપે એક તવા પર પરોઠાને એમ જ બંને તરફ શેકી લો અને પછી બંને તરફ ઘી લગાવીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે બધા જ પરોઠા બનાવી લો.

તો તૈાર છે તમારા લચ્છા પ્યાજ પરોઠા…એને લીલી ચટણી, ચા અથવા તો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો: લીલા અને લાલ પરોઠા બનાવવાની સરળ રેસિપી….રંગ જોઈને બાળકો ડાઇનિંગ ટેબલ સુધી દોડી આવશે..!

આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઑપ્શન છે સાબુદાણા પરોઠા…વ્રતમાં પણ કરી શકાય છે સેવન…નોંધી લો રેસિપી…