Not Set/ લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં મળી જામીન, છતા જેલથી બહાર નિકળશે નહી

બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં દેવઘર ટ્રેઝરીથી જોડાયેલા એક કેસમાં ઝારખંડ હાઇકોર્ટથી જામીન મળી ગઇ છે. લાલુ પ્રસાદ યાદવની તરફથી આ કેસમાં સજાની અડધી અવધી નિકળ્યાને આધાર બનાવીને જામીન અરજી દાખલ કરવામા આવી હતી. કોર્ટે તેમને 50-50 હજાર રૂપિયા પર જામીન આપી દીધી છે. કોર્ટે તેમને પોતાનો પાસપોર્ટ પણ […]

Top Stories India Uncategorized
5ab6303dac7c6 લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં મળી જામીન, છતા જેલથી બહાર નિકળશે નહી

બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં દેવઘર ટ્રેઝરીથી જોડાયેલા એક કેસમાં ઝારખંડ હાઇકોર્ટથી જામીન મળી ગઇ છે. લાલુ પ્રસાદ યાદવની તરફથી આ કેસમાં સજાની અડધી અવધી નિકળ્યાને આધાર બનાવીને જામીન અરજી દાખલ કરવામા આવી હતી. કોર્ટે તેમને 50-50 હજાર રૂપિયા પર જામીન આપી દીધી છે. કોર્ટે તેમને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

લાલુ પ્રસાદ યાદવે 13 જૂનનાં રોજ ઝારખંડ હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. જો કે ચાઈબાસા-દુમકા ટ્રેઝરી કેસમાં આરજેડી અધ્યક્ષને જામીન મળ્યા નથી, તે જ કારણ છે કે હજુ પણ તે જેલમાં જ રહેશે. લાલુ પ્રસાદ યાદવ માટે રાહતની વાત એ છે કે વકીલ દેવધર ટ્રેઝરી કેસમાં મળેલી જામીનને આધાર બનાવીને દુમકા-ચીબાસા ટ્રેઝરી કેસમાં જામીન માટે અરજી મુકી શકે છે.

ચારા કૌભાંડમાં દેવઘર ટ્રેઝરીમાંથી લગભગ 89 લાખ 27 ગેરકાયદેસર ઉપાડનાં કેસમાં, કોર્ટે 23 ડિસેમ્બર, 2017 નાં રોજ લાલુને દોષી ઠેરાવ્યો હતો. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશલ કોર્ટે 3.5 વર્ષ જેલવાસની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટ મુજબ, સજાની અડધી અવધી થયા બાદ દોષીને જામીન આપવામાં આવી શકે છે, જે આધાર પર લાલુ પ્રસાદ યાદવની તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, લાલુ પ્રસાદ યાદવ 17 માર્ચ 2018થી રાંચીનાં રિમ્સમાં ભરતી છે અને પોતાની સારવાર કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન