jail/ જેલમાંથી ફોનનાં ઉપયોગ મામલે લાલુ વિરુદ્ધ ઝારખંડ HCમાં અરજી, ડિરેક્ટર બંગલોમાંથી પે-વોર્ડમાં સ્થળાંતર

ઘાસચારા કૌભાંડમાં દોષિત બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને ફરી એકવાર રિમ્સના પેઈંગ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ હજી

India
Lalu Yadav જેલમાંથી ફોનનાં ઉપયોગ મામલે લાલુ વિરુદ્ધ ઝારખંડ HCમાં અરજી, ડિરેક્ટર બંગલોમાંથી પે-વોર્ડમાં સ્થળાંતર

ઘાસચારા કૌભાંડમાં દોષિત બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને ફરી એકવાર રિમ્સના પેઈંગ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ હજી સુધી રિમ્સ ડિરેક્ટરના બંગલામાં રહેતા હતા. માનવામાં આવે છે કે જેલ પ્રશાસને કથિત ફોન કોલ કેસ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરી હતી. ગુરુવારે, રિમ્સ વહીવટીતંત્રે લાલુને ડિરેક્ટરના બંગલામાંથી હોસ્પિટલના પેઇંગ વોર્ડમાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ જતાંની સાથે જ પોલીસ અને વહીવટીતંત્ર રિમ્સના ડાયરેક્ટર બંગલા પહોંચ્યા અને તેમને બપોરે 4 વાગ્યે પેઇંગ વોર્ડમાં ખસેડ્યા.

ઘાસચારા કૌભાંડના અલગ અલગ કેસમાં દોષી ઠરેલા લાલુ રાંચીના બિરસા મુંડા કારામાં બંધ હતા. બાદમાં તબિયતની ફરિયાદને પગલે તેમને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ બે વર્ષથી રિમ્સમાં સારવાર લઇ રહ્યા છે. જો કે, કોરોના રોગચાળા સમયે હોસ્પિટલના વહીવટીતંત્રે તેને વય અને માંદગીને કારણે ડિરેક્ટરના બંગલામાં ખસેડ્યા હતા.

5 સપ્ટેમ્બરના રોજ પેઇંગ વોર્ડના રૂમ નંબર 11 માંથી ખસેડાયેલા લાલુ પ્રસાદ 26 નવેમ્બરના રોજ ફરીથી પેઈંગ વોર્ડના સમાન રૂમ નંબર 11 પર પહોંચી ગયા છે.

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં લાલુ પર આરોપ મૂકાયો હતો કે જેલમાં હતા ત્યારે ફોનનો ઉપયોગ કર્યો હતો અને રાજકારણીઓ અને ધારાસભ્યોને બિહારની નવી રચાયેલી એનડીએ સરકારને ગબડવા માટે લાલચ આપી હતી. આ કેસનું સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા સુશીલ મોદીએ લાલુ પર ફોન કરવાનો આરોપ લગાવ્યો. આ પછી જીતનરામ માંઝી અને મુકેશ સાહનીએ એમ પણ કહ્યું કે તેમને પણ લાલુનો ફોન આવ્યો હતો.

ફોન કોલ મામલે બિહારનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન, ઝારખંડ હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. જેલમાંથી ફોનનો ઉપયોગ કરવાનો અને સરકારને ઉઠાલાવવાના પ્રયાસનો ઉલ્લેખ પીઆઇએલમાં કરવામાં આવ્યો છે. તેમજ લાલુની પ્રવૃત્તિને જેલના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ, રાંચી ડીસીએ બિરસાના જેલ અધિક્ષક મુંડા કારાને પણ 24 કલાકની અંદર આ મામલે જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…