New Delhi : દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા બુધવારે પોલીસે રોકડ અને દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન, શહેરના કોપરનિકસ રોડ પર પાર્ક કરાયેલા એક શંકાસ્પદ વાહનમાંથી પોલીસે મોટી માત્રામાં રોકડ અને દારૂની બોટલો જપ્ત કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ વાહન પર ‘પંજાબ સરકાર’ પણ લખવામાં આવ્યું હતું અને તેની સાથે આમ આદમી પાર્ટીના પેમ્ફલેટ પણ રાખવામાં આવ્યા હતા.
#WATCH | Today information was received that one suspicious vehicle with a Punjab registration plate and 'Punjab Sarkar' written on it is standing near Punjab Bhavan on Copernicus Marg. On searching, a huge amount of cash, many liquor bottles and pamphlets of Aam Aadmi Party were… pic.twitter.com/mI1X7srX98
— ANI (@ANI) January 29, 2025
આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આજે માહિતી મળી હતી કે પંજાબ નંબર પ્લેટ અને તેના પર ‘પંજાબ સરકાર’ લખેલું એક શંકાસ્પદ વાહન કોપરનિકસ માર્ગ પર પંજાબ ભવન પાસે પાર્ક કરવામાં આવ્યું છે. તલાશી લેતા આ વસ્તુ મળી આવી હતી.
પોલીસે કહ્યું કે નવી દિલ્હી જિલ્લાના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મોરબીમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે દારૂના જથ્થા સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબેજે કર્યો
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રકમાંથી 47 લાખના દારૂ સાથે 72.91 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: પોલીસકર્મી જ દારૂની હેરાફેરીમા સંડોવાયા! પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી-હોમગાર્ડ ઝડપાયા
