Lata Mangeshkar Ashes/ કાશીમાં ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે લતા મંગેશકરની અસ્થિ , CM યોગી આદિત્યનાથ રહેશે ઉપસ્થિત

લતા મંગેશકરના પરિવાર સાથે કાશીમાં હાજર રહેશે. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. લતાજી પંચતત્વમાં વિલીન થઈ ગયા છે.

Entertainment
લતા

સ્વર કોકિલા લતા મંગેશકરની અસ્થિ મહાદેવની નગરી કાશીમાં ગંગાજીમાં પ્રવાહિત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લતા મંગેશકરના પરિવાર સાથે કાશીમાં હાજર રહેશે. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. લતાજી પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ  રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લતાદીદીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યા હતા અને આગલા દિવસે તેમના ભત્રીજા આદિનાથ મંગેશકરે લતાજીની અસ્થિઓ પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો :મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન, ઝઝૂમી રહ્યા હતા આર્થિક તંગી

મૌન વ્રત

હવે લતાજીની અસ્થિઓનું ગંગા મૈયામાં વિસર્જન કરવામાં આવશે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, જો કે પરિવારે હજુ સુધી એ નથી જણાવ્યું કે લતા મંગેશકરની અસ્થિ ક્યાં પ્રવાહિત કરવામાં આવશે, પરંતુ ટાઈમ્સ નાઉના સૂત્રોના જણાવ્યા અનુસાર, લતા મંગેશકરની અસ્થિને વારાણસીના ગંગા ઘાટ પર પ્રવાહિત કરવામાં આવશે.

લતાદીદીએ તેમના જીવનકાળમાં ક્યારેય લગ્ન કર્યા નથી. તેઓ હંમેશા તેમના ચાર ભાઈ-બહેનો સાથે રહેતા હતા, જેઓ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. લતાના પિતા દીનાનાથ મંગેશકર સ્વર્ગસ્થ મરાઠી અભિનેતા અને શાસ્ત્રીય ગાયક હતા. દીનાનાથ અને શેવંતી મંગેશકરને પાંચ બાળકો હતા અને તેમાંથી એક લતાદીદી હતા. લતા મંગેશકર તેમના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા, ત્યારબાદ મીના ઘડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને સૌથી નાના હૃદયનાથ મંગેશકર હતા. તમામ મંગેશકર ભાઈઓ અને બહેનોએ સંગીત ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

લતા મંગેશકર

જણાવી દઈએ કે પદ્મ વિભૂષણ, ભારત રત્ન, દાદાસાહેબ ફાળકે જેવા પુરસ્કારોથી સન્માનિત સ્વર કોકિલા તરીકે ઓળખતા હતા મહાન ગાયિકા લતા મંગેશકરના નિધનથી આખો દેશ શોકમાં છે. સિનેમા જગતથી લઈને રમતગમત, રાજકારણ અને ઉદ્યોગ જગતના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણી જગ્યાએથી એવી તસવીરો પણ સામે આવી રહી છે જ્યાં આ સમાચાર સાંભળીને ચાહકો પોતાના આંસુ રોકી શકતા નથી. લતા મંગેશકર ગયા મહિનાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.

આ પણ વાંચો :બિગ બોસ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નેહા ભસીન કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :શાહરૂખના સમર્થનમાં ઉર્મિલા માતોંડકર,ટ્વિટ પર લખ્યું “ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન”

આ પણ વાંચો :લતા મંગેશકરના અંતિમ સંસ્કારથી અમિતાભ બચ્ચન કેમ દૂર રહ્યા?