કિયા મોટર્સ આ મહિને તેની એસયુવી સેલ્ટોસ સાથે બજારમાં પ્રવેશ કરી રહી છે. કંપનીએ પુષ્ટિ કરી દીધી છે કે સેલ્ટોસનું ભારતમાં મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે. કંપનીએ આંધ્રપ્રદેશમાં અનંતાપુર સુવિધાથી સેલ્ટોસનું પ્રોડક્શન વર્જન પણ બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું કે, 20 લાખ કિ.મી.નાં પરીક્ષણ બાદ કારનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કિયાએ માહિતી આપી છે કે કારને 23,311 બુકિંગ મળી ચુકી છે. બુકિંગ ખોલ્યાનાં માત્ર ત્રણ અઠવાડિયાની અંદર કિયા સેલ્ટોસને આ બુકિંગ મળી છે.

કિયા મોટર્સ ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કોખ્યૂન શીમએ કહ્યું, “પ્રથમ સેલ્ટોસને રોલઆઉટ કરવુ એક ઇમોશનલ સમય છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ પ્લાન્ટમાં એક સાથે કામ કરે છે. અમને આંધ્રપ્રદેશ સરકારનો અમૂલ્ય ટેકો મળ્યો છે, જેના કારણે અમે રેકોર્ડ સમયમાં આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પ્રથમ સેલ્ટોસ એ ભારતીય બજાર પ્રત્યેનાં અમારા વચન અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આપને જણાવી દઈએ કે, કિયા સેલ્ટોસ 22 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થઈ રહી છે, જેનું બુકિંગ 16 જુલાઈથી શરૂ થઈ ગયું છે. ઓટોમેકરે તાજેતરમાં સેલ્ટોસ બુકિંગ ડેટા બહાર પાડ્યો છે, જે બતાવે છે કે લોકો આ કારને પસંદ કરી રહ્યા છે. કાર બુકિંગની સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે. ઓટો ઉદ્યોગમાં આવેલી મંદીની વચ્ચે કારને આવી પ્રીબુકિંગ મળવી કંપની માટે સારી નિશાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
