- ઘરફોડ ચોરીને અંજામ આપતો આરોપી ઝડપાયો
- બજરંગ સોસાયટીમાં ચોરીને આપ્યો હતો અંજામ
- વેરાવળ પોલીસે તપાસ કરી આરોપીને ઝડપ્યો
- આરોપી 9 તોલા સોના સાથે ઝડપાયો
- તપાસમાં અન્ય આરોપી ઝડપાવાની શક્યતા
વેરાવળમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપતા કુખ્યાત ચોરને LCBની ટીમે ઝડપી પાડ્યો છે.વેરાવળની બજરંગ સોસાયટીમાં રહેતા વ્યક્તિના ઘરમાં તસ્કરોએ 9 તોલા સોનું અને 17 હજાર રોકડની ચોરી કરી હતી.ત્યારે પોલીસ તપાસ હાથ ધરતાની સાથે જ આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો છે.જો કે હજૂ તપાસમાં અન્ય આરોપીઓ ઝડપાય તેવી શક્યતાઓ પણ સેવાય રહી છે.વધુમાં આ તસ્કરો મહિલાઓ પાસે વાળ માંગવાના બહાને પણ ચોરીને અંજામ આપતા હતા.
વેરાવળમાં વેપારીના ઘરને નિશાન બનાવી સોનુ તથા રોકડની ચોરી કરનાર એક કુખ્યાત તસ્કર આરોપીને એલસીબીએ 9 તોલા સોનાના ઢાળીયા સાથે ઝડપી લીધેલ છે. જયારે આ ચોરીમાં આરોપીનો સાથ આપનાર બીજો તસ્કર ફરાર હોય તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ બંન્ને આરોપીઓ વાળ લેવાના બહાને શેરીઓમાં ફરીને રેકી કરી ઘરફોડીને અંજામ આપતા તેમજ બંન્નેએ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઘરફોડીની ઘટનાને અગાઉ અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
આ મામલે માહિતી આપતા ડીવાયએસપી ખેંગારએ જણાવેલ કે, વેરાવળની બજરંગ સોસાયટીમાં રહેતા વેપારી અર્પીત પારેખ પરીવાર સાથે તા.8 ઓકટો.ના રોજ ઘર બંધ કરી બહાર ગયેલ હતા. બાદમાં બપોરે ઘરકામ અર્થે આવેલા કામવાળા બહેનએ ઘરના તાળા તુટેલ હોવાની જાણ કરતા વેપારી પરત આવી ઘરે તપાસ કરતા 8 તોલાના સોનાના દાગીના અને રૂ.17 હજાર રોકડની ચોરી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી.
જેના આધારે એલસીબીના પીએસઆઈ વી.કે.ઝાલાએ સ્ટાફ સાથે નેત્રમ તથા ખાનગી સીસીટીવી ફુટેજોની તપાસ હાથ ધરેલ જેમાં જાણકારી મળી હતી. જેને લઈ હ્યુમન સોર્સના આધારે ગઈકાલે અત્રેની સોની બજારમાંથી દેવીપુજક જયંતી ધીરૂ સરવૈયા (ઉ.વ.23) તા.વરતેજ-ભાવનગર વાળાને 9 તોલા સોનાના ઢાળીયા કી.રૂ.5.10 લાખ સાથે ઝડપી લીધેલ હતો. આ ચોરીમાં આરીપી સાથે તેનો સગો ભાઈ વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂ સરવૈયા હોય જે હાલ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. આરોપી જયંતી અને વિનોદ ઉર્ફે ઈગુ બંન્ને ભાઈઓ સાતીર તસ્કરો છે. તેઓએ વેરાવળ ઉપરાંત વીસ દિવસ પહેલા રાજકોટના બી ડીવીઝન વિસ્તારમાં ઘરફોડીને અંજામ આપીને રૂ.3.50 લાખ રોકડ અને 10 ગ્રામ સોનાની ચોરી કરેલ તેમજ એક વર્ષ પૂર્વે સુરેન્દ્રનગર ના વઢવાણમાંથી રૂ.61 લાખની રોકડની ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો.
આ બંન્ને તસ્કર આરોપીઓ મહિલાઓ પાસેથી વાળ લેવા માટે શેરી અને સોસાયટીઓમાં ફરીને બંધ મકાન અંગે રેકી કરતા હતા. બાદમાં દિવસ દરમ્યાન જ બંધ મકાનને નિશાન બનાવવા બંન્ને પહોંચી જઈ એક મકાનમાં અંદર પ્રવેશી ચોરી કરતો જયારે બીજો બહાર રહી ધ્યાન રાખતો હતો. આવી રીતે બંન્ને ઘરફોડીની ઘટનાઓને અંજામ આપતા.
આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

