Not Set/ ફાટી ગયેલા દૂધથી થાય છે આ ફાયદાઓ, જાણી તેમ પણ કહેશો વાહ…

સામાન્ય રીતે દૂધ ફાટી જવાની ઘટનાને અશુભ માનવામાં આવે છે અને લોકો ફાટી ગયેલા દૂધને ફેંકી દેતા હોય છે. જાકે, આ ફાટેલા દૂધના પાણીમાં એટલુ બધુ પ્રોટીન હોય છે

Health & Fitness Lifestyle
a 34 ફાટી ગયેલા દૂધથી થાય છે આ ફાયદાઓ, જાણી તેમ પણ કહેશો વાહ...

સામાન્ય રીતે દૂધ ફાટી જવાની ઘટનાને અશુભ માનવામાં આવે છે અને લોકો ફાટી ગયેલા દૂધને ફેંકી દેતા હોય છે. જાકે, આ ફાટેલા દૂધના પાણીમાં એટલુ બધુ પ્રોટીન હોય છે કે, તેનાથી અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ થતા હોય છે.

 આવો જાણીએ તેનાથી શું ફાયદા થાય છે

ખાસ તો આ પાણી માંસપેશીઓની તાકાત વધારવામાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. એટલુ જ નહીં તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તેનાથી કેન્સર અને એચઆઈવી જેવા જીવલેણ રોગથી પણ લોકોને બચાવે છે, લો-બ્લડ પ્રેશરને ઠીક કરે છે, હાર્ટએટેક અને સ્ટ્રોકના હુમલાથી પણ બચાવે છે.

આ ઉપરાંત આ ફાટી ગયેલા દૂધનો અનેક પ્રકારની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે.

લોટમાં પાણીની જગ્યાએ ફાટી ગયેલા દૂધનું પાણી વાપરવાથી રોટલી કે ભાખરી નરમ અને પૌષ્ટીક બને છે. તમે તેની મદદથી થેપલા, હાંડવો જેવી વાનગીના લોટ પણ બાંધી શકો છો. આ ઉપરાતં ઉપમામાં પણ તેને નાંખી શકાય છે. ઉપમામાં ટોમેટાના શોશ અને દહીંની જગ્યાએ આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. ફાટેલા દૂધના પાણીને ફળ અને શાકભાજીના રસમાં પણ મિક્સ કરી શકો છો. પંજાબી શાક ગ્રેવીમાં પણ આ પાણીનો ઉપયોગ થઈ શકે છે.જો કોઈ શાકમાં ખટાસ વધી જાય તો તમે આ પાણીને નાંખી તેની ખટાસ દૂર કરી શકો છે.

આ પાણીને તમારી સ્કિન પર પણ લગાવી શકો છો

આ પાણી તમે તમારી ત્વચા પર પણ લગાવી શકો છો. જેનાથી ત્વચા વધુ મુલાયમ અને સ્વચ્છ બનશે.આ પાણીમાં એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે. જેનાથી ત્વચાનો પીએચ બેલેન્સ જળવાઈ રહે છે.