Dahod News/ લીંબડીના વેપારી ઉપર સરપંચના પતિ તથા સાથીઓ દ્વારા જાહેરમાં અપાઈ ધમકી

કારમાંથી ઉતરતા જ વિજયભાઈ મોરીએ અરજીઓ કરવાની બાબતે જાહેરમાં ગાળો બોલી રાજકુમાર જયંતીલાલ પરમારને થપ્પડ મારી હતી.

Top Stories Gujarat Breaking News

Dahod News:લીંબડીમાં તા. 2/9/2025 ના રોજ સાંજે અંદાજે 8:30 કલાકે લીંબડી ચાકલિયા ચોકડી પાસે પાનના ગલ્લા પર એક ગંભીર બનાવ બન્યો હતો. લીંબડીના વેપારી રાજકુમાર જયંતીલાલ પરમાર પોતાના મારુતિ સ્વિફ્ટ કારમાં બેસેલા હતા, ત્યારે લીમડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિજયભાઈ પ્રેમચંદભાઈ મોરી સફેદ અર્ટીકા કારમાં પોતાના સાથીદારો ઘનશ્યામ માળી, સમીર કિશોરકુમાર જૈન તથા પારસ સોલંકી ઉર્ફે રાજુ આર.એલ.ના ઓ સાથે ત્યાં આવી પહોંચ્યા હતાકારમાંથી ઉતરતા જ વિજયભાઈ મોરીએ અરજીઓ કરવાની બાબતે જાહેરમાં ગાળો બોલી રાજકુમાર જયંતીલાલ પરમારને થપ્પડ મારી હતી.

ત્યારબાદ ઘનશ્યામ માળી અને સમીર જૈન તેમની પાસે પહોંચી ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. એ જ સમયે પારસ સોલંકી ઉર્ફે રાજુ આર.એલ.ના ઓ પણ ત્યાં આવી વેપારી રાજકુમાર પરમાર તથા તેમના પિતા જયંતીલાલ અને પુત્ર કાવ્યને ઉદ્ધત ગાળો આપી “હવે અરજીઓ કરી છે તો તમને છોડીશું નહીં” એવી જાહેરમાં ધમકી આપી હતી.

આ ઉપરાંત આરોપીઓ પૈસા ચૂકવ્યા વગર ગલ્લાથી ગુટકા લઈ જતા પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર બનાવ દરમિયાન પાનના ગલ્લા પર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું.

જમીન સંબંધિત ગેરરીતિની અરજીઓ કરવાના રોષે ભરાઈ સરપંચના પતિ તથા સાથીઓએ વેપારી અને તેના પરિવાર પર જાહેરમાં હુમલો કરી જીવલેણ ધમકી આપી હોવાને કારણે પીડિત પરિવાર તાત્કાલિક લીંબડી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

લીંબડી પોલીસે આ બનાવમાં વિજયભાઈ મોરી, ઘનશ્યામ માળી, સમીર જૈન અને પારસ સોલંકી ઉર્ફે રાજુ આર.એલ.ના ઓ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધ્યો છે તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ : લીમડીમાં પાણીને લઈને સમસ્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લીમડીમાં આગની ઘટના, આગનું કારણ અકબંધ

આ પણ વાંચો:અમદાવાદ : બગોદરા-લીમડી હાઈવે પર ભયંકર અકસ્માતમાં 22 લોકો ગંભીરપણે ઘાયલ, 2ના મોત