Amreli News : અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર નજીક આવેલાં ગામોમાં દીપડા અને સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. રાજુલાના જૂની બારપટોળી ગામમાં દીપડાએ કરેલા શ્વાનના શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ગામની શેરીમાં એક શ્વાન આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે જ બિલ્લીપગે આવેલો દીપડો કાળ બનીને ત્રાટક્યો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ શ્વાનનો શિકાર કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. શિકારનો આ મામલે ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.
શ્વાનના શિકારનો જે બનાવ બન્યો છે તે રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામનો છે. રાત્રિના સમયે ગામની શેરીમાં એક શ્વાન નિરાંતે આરામ કરી રહ્યો હતો ત્યારે જ એક દીપડો બિલ્લીપગે ત્યાં આવી પહોંચ્યો હતો અને શ્વાનને કંઈ ખબર પડે તે પહેલાં જ તેના પર હુમલો કરી કામ તમામ કરી નાખ્યું હતું. ગણતરીની સેકન્ડોમાં જ દીપડો ઘટનાસ્થળેથી શ્વાનને પોતાના મોઢામાં ઉઠાવી ફરાર થઈ ગયો હતો.જૂની બારપટોળી ગામમાં લોકોના ઘર નજીક પહોંચી દીપડાએ શિકાર કર્યો હોવાનો વીડિયો વાઈરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગામલોકો દ્વારા માગ કરવામાં આવી છે.
નવસારી-બરડોલી હાઈવે પર આવેલા નીસલપોર ગામમાં સાત દિવસ પહેલાં અકસ્માતમાં ઘાયલ થયેલો દીપડો હિંસક બન્યો હતો અને નીસલપોર ગામમાં ઘૂસી આવતા લોકોમાં રીતસરની નાસભાગ મચી હતી. ઘાયલ દીપડો કંઈ નહીં કરે તેમ સમજી લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે જ અચાનક દીપડાએ લોકોની પાછળ દોટ મૂકતા લોકો જીવ બચાવી ભાગ્યા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.નવસારીના મુનસાડ ગામમાં 23 દિવસ પહેલાં ઘૂસી આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો જે સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. મુનસાડ ગામમાં રસ્તા પર ઊંઘી રહેલા શ્વાનનો માત્ર ત્રણ સેકન્ડમાં જ દીપડાએ શિકાર કર્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ પણ વાંચો:ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા
આ પણ વાંચો:મેંદરડામાં દીપડાએ બાળકને ફાડી ખાતા ઘટનાસ્થળે જ થયું મોત
આ પણ વાંચો:વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત