Gujarat election 2022/ ચૂંટણી પહેલા લ્હાણીની શરૂઆતઃ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ પ્રતિ કિલોએ 10 રૂપિયા વધાર્યા

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ લોકોને ખુશ કરવાની મોસમે પણ વેગ પકડ્યો છે. ચૂંટણીપંચની આચારસંહિતાને કેવી રીતે ચાતરી શકાય તેનું ઉદાહરણ દૂધસાગર ડેરી દ્વારા ખેડૂતોને પ્રતિ કિલો ફેટના ભાવમાં દસ રૂપિયાના ભાવમાં કરી આપવામાં આવેલો વધારો છે.

Top Stories Gujarat
Dudhsagar Dairy ચૂંટણી પહેલા લ્હાણીની શરૂઆતઃ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ પ્રતિ કિલોએ 10 રૂપિયા વધાર્યા
  • ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોમાં આનંદની લહેર
  • અગાઉ અમુલે પણ ભાવમાં વધારો કર્યો હતો

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ લોકોને ખુશ કરવાની મોસમે પણ વેગ પકડ્યો છે. ચૂંટણીપંચની આચારસંહિતાને કેવી રીતે ચાતરી શકાય તેનું ઉદાહરણ દૂધસાગર ડેરી દ્વારા ખેડૂતોને પ્રતિ કિલો ફેટના ભાવમાં દસ રૂપિયાના ભાવમાં કરી આપવામાં આવેલો વધારો છે. તેના લીધે હવે તેમને દૂધના ફેટના પ્રતિ કિલો 740ના બદલે 750 રૂપિયા મળશે. દૂધસાગર ડેરી સરકારી નહી પણ સહકારી હોવાથી તેને ચૂંટણીની આચારસંહિતા નડતી નથી.

દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને 750 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહત્વનું છે કે ગયા મહિને પણ દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 19 ઓક્ટોબરે દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી હતી. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાથી વધારીને 740 રૂપિયા કરાયો હતો. એટલે કે દૂધના ખરીદભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો.
અમૂલ ડેરીએ પણ કર્યો હતો વધારો

જે બાદ અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદભાવમાં વધારો કર્યો હતો. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધારી નવો ભાવ રૂપિયા 780 કરવામાં આવ્યો હતો. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી જોવા મળી હતી.