સામાન્ય રીતે એવું કહેવાય છે કે સુર્ય માત્ર આપણને રોશની (અજવાળુ) પુરુ પાડે છે. પરંતુ સુર્ય અજવાળાની સાથે-સાથે અન્ય કેટલાક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ પુરા પાડે છે. કડકડતી ઠંડીમાં સુર્યનો તાપ દરેકને પસંદ હોય છે. પરંતુ આ તાપ તમને કડકડતી ઠંડીથી રાહત આપવાની સાથે-સાથે તમારું વજન પણ ઘટાડે છે.
એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સુર્યના કિરણોથી માનવ શરીરમાં બનનારા વિટામીન ડી બેરિએટ્રિક સર્જરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જેનાથી ઘણી સહેલાઈથી વજન ઓછું કરવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જે રોગી બેરિએટ્રિક સર્જરી (વજન ઘટાડવાવાળી સર્જરી) જાન્યુઆરીથી માર્ચના મહિનામાં કરાવે છે (જે સમયે શરીરમાં વિટામીન ડીનું સ્તર સૌથી ઓછું હોય છે), તેમને ગરમીઓમાં સર્જરી કરાવવાવાળા દર્દીઓની સરખામણીમાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અમેરિકાની બાલ્ટીમોર યુનિવર્સિટીના સંશોધનકર્તા લી પીટરસનના જણાવ્યા અનુસાર, આ સંશોધને વિટામીન ડી અને સર્જરીના પરિણામ, સ્થિતિ, હવામાન અને ભૂગોળની વચ્ચે પરસ્પર સંબંધની જાણકારી આપી છે. પીટરસનનું કહેવું છે કે, સુર્યના કિરણો વિટામીન ડીના સંશ્લેષણ ( બનવા) માટે મહત્વપૂર્ણ છે. એટલે જ ઉત્તરી રાજ્યોમાં વસવાટ કરતા લોકોમાં વિટામીન ડીની ઉણપની ધારણા આશ્ચર્યની વાત નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુર્યનો પ્રકાશ, વિટામીન ડી અને સર્જરીના પરિણામો વચ્ચેનો સંબંધ સમજવો ખૂબ જ જરૂરી હતો. એટલે જ અમે વર્ષ 2001 થી 2010 વચ્ચે થયેલા આશરે 9 લાખ 30 હજાર બૈરિએટ્રિક સર્જરીના આંકડાઓનું સંશોધન કર્યું છે. આ આંકડાઓમાં અમે જાયું કે, સર્જરી પછી ઉત્તરી રાજ્યોના લોકોને હોસ્પિટલ માં કેટલાક દિવસ વધુ રોકાવું પડ્યું છે. આ ઉપરાંત આવા દર્દીઓને સાજા થવામાં વાર લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ અંગેનો રિપોર્ટ ઓબેસિટી સાયન્સ એન્ડ પ્રેક્ટિસની ઓનલાઈન પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે
