Not Set/ ચોમાસામાં આટલું કરશો તો બીમારીઓ થશે દૂર…

ચોમાસામાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે. જેમાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. આ રોગોથી બચવું હોય તો શું ધ્યાનમાં રાખવું એ જાણી લો. શું અને કેવું ખાવું ચોમાસામાં પાણીમાં જંતુઓ અને બૅક્ટેરિયાને કારણે રોગોનો ફેલાવો થાય છે. એવા સમયે ઘરમાં પણ […]

Health & Fitness Lifestyle
mahiol ચોમાસામાં આટલું કરશો તો બીમારીઓ થશે દૂર...

ચોમાસામાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે. જેમાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. આ રોગોથી બચવું હોય તો શું ધ્યાનમાં રાખવું એ જાણી લો.

શું અને કેવું ખાવું ચોમાસામાં પાણીમાં જંતુઓ અને બૅક્ટેરિયાને કારણે રોગોનો ફેલાવો થાય છે. એવા સમયે ઘરમાં પણ સાદું પાણી પીવાનું ટાળવું. બને ત્યાં સુધી પાણી ઉકાળીને ઠારીને પીવું. જમવાનું બનાવવા માટે ગરમ કરીને ઠારેલું પાણી જ વાપરવું. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચટણી અને શરબત જેવી વાનગીઓમાં ઉકાળેલું પાણી વાપરવું.  આ સીઝનમાં બાફેલાં શાકભાજી અને દાળમાંથી બનાવેલાં સૂપ શ્રેષ્ઠ ગણાય છે. સૂપથી પેટ પણ ભરાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે.

બે ગ્લાસ પાણી એક તપેલીમાં લેવું. એમાં તુલસીનાં ચાર-પાંચ પાન અને બે-ત્રણ ડાળખી ફુદીનો વાટીને નાખવો. 2 ચમચી ગ્રીન ટી અને આદુંનો નાનો ટુકડો વાટીને નાખવો. આ પાણીને ઉકાળવું. એક ગ્લાસ જેટલું પાણી રહે એટલે એમાં અડધું લીંબુ નિચોવીને પીવું. આ ઉકાળો રોજ સવારે નિયમિત પીવાથી શરદી-ખાંસી, તાવ અને શ્વસનતંત્રના રોગોનું નિવારણ થાય છે.

ચોમાસામાં મકાઈ ખાવાથી પણ હેલ્થને ફાયદા મળે છે. એમાં કેલરી પણ ઓછી હોવાથી વજન વધવાની ચિંતા રહેતી નથી. લીંબુનો રસ મકાઈના પાચનમાં મદદ કરે છે. રોજ સવારે એક ગ્લાસ દૂધમાં પા ચમચી સૂંઠ અને ચપટી પીપરીમૂળ નાખીને ઉકાળવું. આ દૂધથી શરીરમાં તાકાત પણ રહે છે અને શરદી-ખાંસીથી બચી પણ શકાય છે.  ચોમાસામાં વાયુના રોગોથી બચવા સૂકી મેથી, મરી, અજમો, હિંગ અને જીરું વસ્તુઓનો ઉપયોગ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.