Not Set/ જાણો, વિટામીન સી થતા ફાયદાઓ

અમદાવાદ જો તમે સવારે મોર્નિંગ વોક માટે નથી ઉઠી સકતા તો ગભરાશો નહીં. સંશોધકોએ હવે આ મુસિબતનું તારણ શોધી કાઢ્યું છે.  એક સંશોધનમાં જાણવા મળ્યું કે, રોજ વિટામીન સીનું સેવન કરવાથી સ્થુળતાથી ગ્રસ્ત લોકોને પણ એ જ ફાયદો થાય છે જે રોજ મોર્નિંગ વોક અને વ્યાયામ કરવાથી થાય છે.  વધુ વજન અને સ્થુળતાથી ગ્રસ્ત લોકોની […]

Lifestyle
cp જાણો, વિટામીન સી થતા ફાયદાઓ

અમદાવાદ

જો તમે સવારે મોર્નિંગ વોક માટે નથી ઉઠી સકતા તો ગભરાશો નહીં. સંશોધકોએ હવે આ મુસિબતનું તારણ શોધી કાઢ્યું છે.  એક સંશોધનમાં જાણવા મળ્યું કે, રોજ વિટામીન સીનું સેવન કરવાથી સ્થુળતાથી ગ્રસ્ત લોકોને પણ એ જ ફાયદો થાય છે જે રોજ મોર્નિંગ વોક અને વ્યાયામ કરવાથી થાય છે.  વધુ વજન અને સ્થુળતાથી ગ્રસ્ત લોકોની રક્ત વાહિનીઓમાં સુક્ષ્ણ વાહિની પ્રોટીનને અસર કરે છે, જેને એંડોથલીન (ઈટી)-1 કહેવામાં આવે છે. ઈટી-1નું વધુ સક્રિય હોવાથી વાહિનીઓમાં લોહીનું પ્રવાહ ઓછું થઈ જાય છે, જેના કારણે નાળી સંબંધિત બીમારીઓ  ફેલાવાની શક્યતા વધુ રહે છે.

download 4 જાણો, વિટામીન સી થતા ફાયદાઓ

રોજ વ્યાયામના કારણે ઈટી-1ની ગતિવિધિ ઓછી થઈ જાય છે, પરંતુ દિનચર્યામાં વ્યાયામને સામેલ કરવું એ પડકારસમાન પણ થઈ શકે છે. અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીમાં કરવામાં આવેલ સંશોધનમાં વિટામીન સીની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ વાહિનીઓની પ્રક્રિયામાં સુધારો કરે છે અને ઈટી-1ના સ્તરને ઓછું કરે છે.

images 1 જાણો, વિટામીન સી થતા ફાયદાઓ

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે, વિટામીન સીના સેવનથી એ જ રીતે ઈટી-1ના સ્તરમાં ઘટાડો થાય છે. જેટલો રોજ વ્યાયામ કરવાથી થાય છે. સંશોધકોએ  જણાવ્યું કે, વિટામીન સી સ્થુળતાથી ગ્રસ્ત લોકોમાં ઈટી-1ની માત્રાને ઓછુ કરવામાં એક ખાસ જીવનશૈલી રણનીતિના રૂપમાં કામ કરે છે. સંશોધકોએ પોતાના આ નવા સંશોધનને અમેરિકામાં જ્યોર્જિયાના સેવન્નાહમાં એંડોથલીન પર આયોજિત 14માં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજુ કર્યો.