સામગ્રી
2 કપ સમારેલા ગાજર
2 કપ સમારેલી મેથીની ભાજી
1/2 ટીસ્પૂન જીરૂ
3/4 કપ ઝીણા સમારેલા કાંદા
3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં
1 મોટી કળી લસણની (ઝીણી સમારેલી)
12 મિલીમીટર (1/2) ઝીણું સમારેલું આદુ
1/4 ટીસ્પૂન હળદર
2 ટીસ્પૂન ધાણા પાવડર
2 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)
બનાવવાની રીત
એક નોન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરૂ નાખો. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ નાખો મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.
તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો. છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ
પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.