Not Set/ બગીચામાં  તેમજ ઘરમાં વાવેલા આ છોડ મચ્છરની સમસ્યાને કરશે દૂર

અમદાવાદ, તમારા બગીચાને લીલોછમ કરવો હોય અને મચ્છરના ત્રાસથી પણ દૂર રહેવું હોય તો  તમે આ વખતે બગીચામાં અહીં આપેલા કેટલાક ફૂલના છોડ વાવશો તો તે ખૂબ ઉપયોગી બની રહેશે. સિટ્રોનેલાઃ આ એવો ઘાસ જેવો દેખાતો છોડ છે જેની સુગંધ તીવ્ર હોય છે આ સુગંધને કારણે મચ્છર દૂર ભાગતા હોવાથી ચોમાસામાં આ છોડ વાવવાથી રાહત […]

Lifestyle
tq 12 બગીચામાં  તેમજ ઘરમાં વાવેલા આ છોડ મચ્છરની સમસ્યાને કરશે દૂર

અમદાવાદ,

તમારા બગીચાને લીલોછમ કરવો હોય અને મચ્છરના ત્રાસથી પણ દૂર રહેવું હોય તો  તમે આ વખતે બગીચામાં અહીં આપેલા કેટલાક ફૂલના છોડ વાવશો તો તે ખૂબ ઉપયોગી બની રહેશે.

સિટ્રોનેલાઃ

આ એવો ઘાસ જેવો દેખાતો છોડ છે જેની સુગંધ તીવ્ર હોય છે આ સુગંધને કારણે મચ્છર દૂર ભાગતા હોવાથી ચોમાસામાં આ છોડ વાવવાથી રાહત રહે છે.

તુલસીઃ

તુલસીનો છોડ દરેક હિન્દુ ઘર માટે ખૂબ પવિત્ર મનાય છે. તુલસીની તીવ્ર સુગંધ મચ્છરોને દૂર રાખે છે. તુલસીની તીવ્ર સુગંધની સાથે સાથે તેનાં પાંદડા ચાવવાથી પણ ચોમાસામાં અપચાની સમસ્યાથી રાહત રહે છે.

વિડાલપર્ણાસઃ

વિડાલપર્ણાસ નામનો આ વિદેશી છોડની સુગંધ સ્પ્રે કરતાં વધારે તીવ્ર છે. તમારા બગીચામાં અથવા તો ઇન્ડોર પ્લાન્ટ તરીકે  મૂકશો તો ઘરમાં મચ્છરોથી રાહત રહેશે.

લેમન બામઃ

લેમન બામ તરીકે ઓળખાતા છોડના પાંદડા ફુદીનાનાં પાન જેવા જ દેખાય છે. જોકે લેમન બામના છોડમાંથી સુગંધી લીબું જેવી તીવ્ર આવે છે. આ છોડ ઇનડોર પ્લાન્ટ તરીકે  લગાવી શકાય છે.

રોઝમેરીઃ

રોઝમેરી ઓઇલ તરીકે તો ઘણી સૌંદર્યવર્ધક વસ્તઓની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેને તમે મચ્છર પ્રતિબંધક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ છોડ થોડો મોંઘો હોય છે. પરંતુ એન્ટિ બેક્ટિરિયલ હોવાથી રોઝમેરીની હર્બલ વેલ્યૂ ઘણી વધારે છે. આ છોડો ઘર કે ગાર્ડનમાં લગાવવાથી મચ્છર તથા કીટકો દૂર રહે છે.

લવિંગઃ

લવિંગ એક તેજાના તરીકે ખૂબ જ તીવ્ર છે. ઘણી ગૃહિણીઓ ભારે અને ગરમ કપડાંની જાળવણી માટે લવિંગ મૂકતી હોય છે. લવિંગની સુગંધ જેને ગમતી હોય તે લોકો પોતાના બગીચામાં લવિંગનો છોડ વાવી શકે છે.

ગલગોટાઃ 

ગલગોટાના ફૂલ તથા પાનની સુગંધ એકદમ તીવ્ર હોય છે. બગીચામાં ગલગોટા વાવેલા હોય તો તેનાથી ગાર્ડન તો હર્યોભર્યો લાગે જ  છે સાથે સાથે મચ્છર પણ દૂર થાય છે.