અમદાવાદ
હાઈ ફેટ, ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલવાળા ખોરાકથી જો લીવરને કોઈ નુકશાન પહોંચે છે તો તેની સારવાર કરવી ઘણી અઘરી પડી જતી હોય છે. દિવસમાં કદાચ તમે હલકો ખોરાક લો છો, તો તે તમારા સ્વાસ્થ્યને વ્યવસ્થિત રાખે છે અને કોઈ નુકશાન નથી કરતો. જ્યારે ઓછા ફેટવાળો ખોરાક લીવરને મજબુત બનાવે છે.
એક નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ફેટ વગરનો ખોરાક વજન ઓછું કરવાની સાથે-સાથે મેટાબોલીઝમને પણ સાજા કરવામાં મદદ કરે છે, પરંતુ આ ખોરાકથી લીવરને ઘણીવાર નુકશાન થતું હોય છે. આવામાં ડેમેજ લીવર ઘણી બિમારીને આમંત્રિત કરે છે. જેમકે સિરોસિસ અને કેન્સર ઉત્પન્ન કરી શકે છે. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડોનાલ્ડ જંપના જણાવ્યા અનુસાર, ડેમેજ લીવરને સાજુ કરવા માટે ગ્લુકોઝયુક્ત ખોરાકનો વપરાશ ઓછો કરવો જાઈએ. આ સાથે જ કસરત અને ખોરાકમાં આવશ્યક સુધાર કરવો એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લીવર સાથે સંબંધિત કેટલીક સમસ્યા ઉભી થાય છે, જેમાં સોજા, વાગ્યા પરનું નિશાન અને અન્ય ડેમેજનો સમાવેશ થાય છે.
સંશોધકોએ જણાવ્યું કે, આ વર્ષ 2020 સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટના પ્રમુખ કારણ હોઈ શકે છે. આ સંશોધન દરમિયાન સંશોધકોએ એ પણ જાણ્યું કે, જા આહારમાં હાઈ ફેટ અને કોલેસ્ટ્રોલ ઓછું કરી દેવામાં આવે, તો આનાથી ગ્લુકોઝના સ્તરને ઓછું નથી કરી શકાતું. જેથી આવું કરવાથી લીવરમાં કોઈ ખાસ સુધારો નથી જણાતો. લીવરને સ્વસ્થ રાખવા માટે ખોરાકમાં ગ્લુકોઝને ઓછુ કરવું જરૂરી છે. જંપે જણાવ્યું કે, આજના સમયમાં ખોરાકમાં વપરાશમાં લેવામાં આવતા તેલ-મસાલા અને ખાંડના કારણે પણ લીવરને નુકશાન થતુ હોય છે.
